Sunderban Tiger Reserve: સુંદરવનની શાન રોયલ બેંગાલ ટાઇગરનું મોત, આખરી સમયે પાણી પીવડાવતો વીડિયો વાયરલ

Sunderban's Tiger Reserve : 11 વર્ષીય વાઘના (Royal Bengal tiger) અંતિમ સમયે અધિકારીનો તેને પાણી પીવડાવતો વીડિયો વાયરલ થયો છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 01, 2021 | 6:24 PM

Sunderban Tiger Reserve : સોશિયલ મીડિયા (Social Media)માં રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ (Viral Video) થાય છે. ઇન્ટરનેટના કારણે દુનિયા નાની થઇ ગઇ છે અને દુનિયાના એક ખૂણે બનેલી ઘટના અન્ય જગ્યા સુધી પહોંચતા વાર નથી લાગતી.

સોશિયલ મીડિયા પર કોઇ વીડિયો લોકોને હસાવીને લોટપોટ કરી નાંખે છે તો કોઇ વીડિયો લોકોને ભાવુક કરી દે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો સુંદરવન ટાઇગર રિસર્વનો છે. 11 વર્ષીય વાઘના (Royal Bengal tiger) અંતિમ સમયે કર્મચારીનો તેને પાણી પીવડાવતો વીડિયો વાયરલ થયો છે. આ વાધને કર્મચારીઓ ખવડાવવાનો પ્રયત્ન કરતા પણ જોવા મળે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

https://twitter.com/PraveenIFShere/status/1399022565247492098

આઇએફએસ ઓફિસર પરવીને (IFS Officer Parvin) આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યુ કે, ‘સુંદરવન ટાઇગર રિસોર્ટમાં એક 11 વર્ષીય ઘરડો નર વાઘ ચક્રવાત યાસને કારણે મોતને ભેટ્યો છે. તેને સમય પર શિકાર ન મળવો એ તેના મોતનું કારણ બન્યુ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ તેને પાણી પીવડાવી રહ્યો છે અને તેને ખવડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે જેથી તે બચી જાય, સ્ટાફને સલામ છે.’

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, આ વાઘને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી છે અને તે જમીન પર સૂતેલો છે. તેનું મોઢુ ખુલ્લુ છે. વાઘની આસપાસ ઘણા બધા લોકો ઉભા છે અને તેમાંથી એક વ્યક્તિ ટીપું ટીપું કરીને વાઘને પાણી પીવડાવી રહ્યો છે. વીડિયો વાયરલ થતા કેટલાક લોકોએ સવાલ પણ પૂછ્યા કે આ વાઘને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઇ જવામાં કેમ ન આવ્યો ?

આઇએફએસ ઓફિસરે જણાવ્યુ કે જ્યારે તેમને આ વાઘ વિશે જાણકારી મળી ત્યાં સુધી મોડુ થઇ ચૂક્યુ હતુ અને આ વાઘ પોતાના અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો. આ વીડિયો કેટલાક લોકોનું દિલ જીતી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયો જોઇને ભાવુક પણ થઇ રહ્યા છે.

આ પણ વાંચો – Monsoon 2021: દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, કેરળમાં 3 જૂને વરસાદની એન્ટ્રી થશે

આ પણ વાંચો – Viral Video: અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી નેશનલ હાઈવે ધસી પડ્યો, આખી ઘટના કેમેરામાં કેદ, જુઓ વિડિયો

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">