Monsoon 2021: દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, કેરળમાં 3 જૂને વરસાદની એન્ટ્રી થશે

દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. આગામી 2 દિવસમાં ચોમાસુ કેરળ પહોંચી જશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 જૂનથી કેરળમાં વરસાદ દસ્તક દેશે.

| Updated on: Jun 01, 2021 | 1:49 PM

દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. આગામી 2 દિવસમાં ચોમાસુ કેરળ પહોંચી જશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 જૂનથી કેરળમાં વરસાદ (Rain) દસ્તક દેશે. કેરળમાં 3 દિવસથી પ્રિ-મોન્સૂન વરસાદ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસાને 3 દિવસનો વિલંબ થયો છે. અગાઉ 31 મેના રોજ વરસાદ શરૂ થવાની હતી આગાહી.

ચોમાસુ હાલમાં અંદામાન નિકોબાર પહોંચ્યું છે. ચોમાસુ સંક્રીય થતા અંદામાન નિકોબારમાં વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો અને મોંઘવારીથી પિસાતી સામાન્ય જનતા માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વેધર એજન્સી સ્કાયમેટે પણ આગાહી કરી છે કે આ વખતે વરસાદ સામાન્ય રહેશે.

છેલ્લા 2 વર્ષથી ચોમાસુ સારૂ રહ્યુ છે. જો હવામાન વિભાગ અને સ્કાયમેટની આગાહી સાચી ઠરશે તો સારા વરસાદનું આ ત્રીજુ વર્ષ હશે.

કેરળમાં ચોમાસા મુદ્દે સ્કાઇમેટ અને ભારતીય હવામાન વિભાગના જુદા જુદા વલણ સામે આવ્યા છે. IMD એ કહ્યું કે દેશમાં 3 જૂને ચોમાસાની એન્ટ્રી થશે, તો સ્કાયમેટે જણાવ્યું કે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. કેરળના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. આ જોતાં ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે રવિવારે બપોરે ચોમાસું કેરળ પહોંચવાની જાહેરાત કરી હતી.

હવામાન વિભાગે કહ્યું હતું, ચોમાસું હજુ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું નથી. કાંઠા વિસ્તારોમાં થઈ રહેલો વરસાદ ચોમાસા પહેલાંનો છે. ભારતીય ચોમાસું 3 જૂને કેરળના કાંઠે પહોંચી શકે છે. દેશના બીજા વિસ્તારો અંગે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું નક્કી તારીખથી બે-ચાર દિવસ આગળ-પાછળ ભારત પહોંચી શકે છે.

કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને વિધિવત્ રીતે પ્રવેશે છે. આ વખતે સ્કાઇમેટે 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન કર્યું હતું, જ્યારે હવામાન વિભાગે 31 મેનું પૂર્વાનુમાન કર્યું હતું. આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં 21 મેએ ચોમાસું પહોંચી ચૂક્યું હતું. ત્યાર પછી બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં એ સામાન્ય ગતિએ આગળ વધ્યું હતું.

શ્રીલંકાના બે તૃતીયાંશ અને માલદિવ્સને કવર કર્યા પછી ત્રણ-ચાર દિવસથી ચોમાસું એક જ વિસ્તારમાં રોકાઈ ગયું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">