Pustak na Pane thi : પાકિસ્તાનને દેશ બનાવવાની પહેલી રજુઆત જીણાએ નહીં તો કોણે અને ક્યારે કરી ?
અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આ સ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
આ પણ વાંચો : Pustak na Pane thi : પુનામાં RSSએ 1947ના એ આઝાદ દિને ભારતનો રાષ્ટ્રધ્વજ નહોતો ફરકાવ્યો
અખંડ ભારતને તોડવા પાછળ આ વ્યક્તિ પણ જવાબદાર
જ્યારે ભારતની આઝાદીનો સમય નજીક હતો ત્યારે પાકિસ્તાન અલગ દેશ બનાવવાનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. પરંતુ આપણને સવાલ એ જરૂર થાય કે પાકિસ્તાન અલગ દેશ બનાવવાની પહેલી રજુઆત કોણે અને ક્યારે કરી? જેનાથી આપણા અખંડ ભારતનો નકશો વિખાઈ ગયો તેમજ દેશના ટુકડા થયા. પાકિસ્તાન અલગ બનાવવાની માગ જીણા નહીં, પણ 40 વર્ષના ગ્રેજ્યુએટ એક મુસ્લિમ રહેમત અલીએ કરી હતી. તેણે અલગ-અલગ ભાગને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો.