વડાપ્રધાન મોદી બિકાનેરમાં નાલ એરબેઝની મુલાકાત લેશે – જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના મહત્વના પ્રવાસે જશે. તેઓ અહીં નાલ એરબેઝની મુલાકાત લેશે અને ભારતીય વાયુસેનાના જવાનો સાથે સંવાદ પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના મહત્વના પ્રવાસે જશે. તેઓ અહીં નાલ એરબેઝની મુલાકાત લેશે અને ભારતીય વાયુસેનાના જવાનો સાથે સંવાદ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતા જવાનોનો આત્મવિશ્વાસ વધારશે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે આવી મુલાકાતો કરતાં રહે છે.
મુલાકાત દરમિયાન તેઓ નાલ એરબેઝ પર હાજર રહેલ સેનાના જવાનો સાથે વાતચીત કરશે અને તેમને પ્રોત્સાહન આપશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં વડાપ્રધાને આદમપુર એરબેઝની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સતત સેના પ્રત્યે સન્માન અને સંવેદના દર્શાવતા રહે છે. આ મુલાકાત ખરેખરમાં ખાસ રહેશે કેમ કે, રાજસ્થાન સીમાવર્તી રાજ્ય છે અને અહીંની રક્ષા વ્યવસ્થા દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના 14મા વડાપ્રધાન છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીને લગતા સમાચાર વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
