Botad News: શહેરમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, બે મહિલા સહિત 8ની અટકાયત, જુઓ Video
બોટાદ શહેરના પકાશેઠની વાડી વિસ્તારમાં રહેણાક મકાનમાં કુટણખાનું ચાલતુ હોવાનું બાતમીના આધારે પોલીસે રેડ પાડીને 8 પુરૂષ અને 2 મહિલા સહિત 10 લોકોની અટકાયત કરી છે, જ્યારે 10 લાખથી વધારેનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે, કેટલા સમયથી આ કુટણખાનું ચાલતું હતુ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.
બોટાદ પોલીસે શહેરમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. બોટાદ શહેરમાં આવેલ પકાશેઠની વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં કુટણખાનું ચાલતું હતું. બોટાદ પોલીસે રેડ દરમ્યાન દેહવ્યાપાર કરાવતી બે મહિલા અને આઠ ગ્રાહકો મળી આવ્યા હતા. બાતમીના આધારે પોલીસે કુટણખાના પર રેડ પાડી હતી. જો કે કેટલા સમયથી આ કુટણખાનું ચાલતુ હતુ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
મુનાભાઈ જોગરાણા બહારથી છોકરીઓન બોલાવી પોતાના ઘરે કુટણખાનું ચલાવતો હતો. બોટાદ પોલીસે ગત સાંજના રેડ કરી હતી. પોલીસે બે મહિલાઓ, 8 શખ્સો અને કાર, બાઈક, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 10,57,720નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 8 શખ્સો વિરૃધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Brijesh Sakariya)
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
