Video: UPના હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ, સહાયની જાહેરાત

ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સંસદ સત્ર દરમિયાન પીએમ મોદીએ હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.

| Updated on: Jul 02, 2024 | 7:22 PM

ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. દરેકની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિકંદરા રાઉના ફુલરાઈ ગામમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃત્યુઆંક વધી શકે છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.

મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

સંસદ સત્ર દરમિયાન પીએમ મોદીએ હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે. પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ મોત થતનારા લોકોને 2 લાખ અને ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાથરસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે, “ભક્તોના મૃત્યુના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે.” તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

સીએમ યોગી આવતીકાલે હાથરસ જશે

સીએમ યોગીની સૂચના પર, ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. અલીગઢ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ આ સમગ્ર મામલાની તપાસ કરશે. ADG આગ્રા અને કમિશનર અલીગઢની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સીએમ યોગી આવતીકાલે હાથરસ જશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક અસરથી રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે.

આ પણ વાંચો: Breaking News: ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગમાં 100થી વધારે લોકોના મોત, CM યોગીએ આપ્યા આદેશ

Follow Us:
મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO
શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો
ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો
રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર
રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video
રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video
કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ
કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે
g clip-path="url(#clip0_868_265)">