CAA કાયદો હેઠળ ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિ ચૂંટણી લડી શકશે - અમિત શાહ

CAA કાયદો હેઠળ ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિ ચૂંટણી લડી શકશે – અમિત શાહ

| Updated on: Mar 14, 2024 | 10:44 AM

CAA અંગે જાગૃતિ લાવવા માટે દેશના ગૃહપ્રધાન અમિત શાહે ANIને એક ઈન્ટરવ્યુ આપ્યુ છે. જેમાં તેમણે CAA અંગે માહિતી આપી છે. તેમણે ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે CAAનો કાયદો ક્યારે પણ પાછો લેવામાં આવશે નહીં. તેમજ CAA કાયદો હેઠળ ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિને સમાન હકો પ્રાપ્ત થશે.

દેશમાં તાજેતરમાં CAA એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. CAA અંગે જાગૃતિ લાવવા માટે દેશના ગૃહપ્રધાન અમિત શાહે ANIને એક ઈન્ટરવ્યુ આપ્યુ છે. જેમાં તેમણે CAA અંગે માહિતી આપી છે. તેમણે ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે CAAનો કાયદો ક્યારે પણ પાછો લેવામાં આવશે નહીં.

ભારતની નાગરિકતા નિશ્ચિત કરવાનો હક ભારતને જ છે. ટ્રાઈબલ એરિયામાં CAAનો કાયદો કેમ લાગુ કરવામાં નહીં આવે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ જે લોકો હવે આગામી સમયમાં નાગરિકતા મેળવશે તેમને ભારતના નાગરિકતાના સમાન હકો પ્રાપ્ત થશે તેવુ પણ જણાવ્યુ છે. ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિ ચૂંટણી પણ લડી શકે છે. તેમજ દેશના ઉચ્ચ હોદ્દા પર પણ કાર્ય કરી શકશે. આ સાથે જ અમિત શાહે જણાવ્યુ કે CAA મુસ્લિમ વિરુદ્ધનો કાયદો નથી.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 14, 2024 10:36 AM
g clip-path="url(#clip0_868_265)">