દેશમાં બેરોજગારીનો ઉકેલ UPA કે NDA ને હજુ સુધી મળ્યો નથી : રાહુલ ગાંધી
રાષ્ટ્રપતિએ બજેટસત્ર પૂર્વે સંસદને કરેલા સંબોધન પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, બેરોજગારીનો ઉકેલ હજુ સુધી યુપીએ કે એનડીએને મળ્યો નથી. પીએમ મોદીનો 'મેક ઇન ઇન્ડિયા'નો વિચાર સારો હતો પરંતુ તેનાથી દેશમાં કંઈ થયું નહીં. તેમના પ્રયાસને નિષ્ફળતા સાંપડી છે.
રાષ્ટ્રપતિના સંસદમાં સંબોધન પર લોકસભામાં હાથ ધરાયેલા ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે રાષ્ટ્રપતિના ભાષણમાં કંઈ નવું નથી. મેં ખડગેજી સાથે પણ રાષ્ટ્રપતિના સંબોધન અંગેની ચર્ચા કરી. પણ એમાં કંઈ ખાસ નહોતું. રાહુલે કહ્યું કે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની એક યાદી છે.
આ સરકારે ફક્ત 50-100 કામો જ કર્યા હશે. મને લાગે છે કે રાષ્ટ્રપતિનું સંબોધન આ રીતે ના હોવું જોઈએ જે રીતે આપવામાં આવ્યું હતું.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલે કહ્યું કે, આ દેશનું ભવિષ્ય યુવાનો દ્વારા નક્કી કરવામાં આવશે. બેરોજગારીનો ઉકેલ હજુ સુધી મળ્યો નથી. ના તો યુપીએ સરકારમાં મળ્યો છે કે ના તો એનડીએ સરકારમાં તેનો ઉકેલ આવી શક્યો. તેમણે કહ્યું કે પીએમ મોદીનો ‘મેક ઇન ઇન્ડિયા’નો વિચાર સારો હતો પરંતુ તેનાથી દેશમાંનવું કશુ થયું નહીં.
હું એમ નથી કહેતો કે પીએમ મોદીએ પ્રયાસ નથી કર્યો. પરંતુ તેમના પ્રયાસોનું કોઈ પરિણામ આવ્યું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, એમણે ઉત્પાદન ચીનને સોંપી દીધું. મોબાઇલ પ્રોડકશન ચીનને સોંપી દીધુ. ભારતે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
