હાથમાં પ્લે કાર્ડ. ભારે સૂત્રોચ્ચાર સાથે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિરોધ પક્ષના લોકોએ પ્રદર્શન કર્યું. BLOની જવાબદારીમાંથી શિક્ષકોને મુક્ત કરવાની તેમની માગ છે. તેમની રજૂઆત છે કે, BLOની કામગીરીને કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. શાળામાં જતાં શિક્ષકોને ધમકી અપાઈ રહી છે, માનસિક ત્રાસ અપાય છે. સુરતમાં SIRની કામગીરીમાં જોતરાયેલા BLO મકરંદ દવે દેખાડી રહ્યા છે સલામ કરવા જેવી ફરજ નિષ્ઠા. ગળા નીચે મણકાની ગાદી ખસી ગઈ હોવા છતાં કરી રહ્યા છે કામ. માઈકમાં એનાઉન્સમેન્ટ કરી લોકોને SIRની કામગીરી માટે કરે છે જાગૃત. શારીરિક તકલીફ હોવા છતાં એક પણ રજા લીધા વિના કામમાં જોડાયેલા છે મકરંદ. રાજ્યમાં SIRની કામગીરી વચ્ચે BLOની મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાં સુરતના અડાજણના BLO મકરંદ દવેની શહેરભરમાં સરાહના થઈ રહી છે. BLO મકરંદ દવેને ગળા નીચેના મણકાની ગાદી ખસી ગઈ હોવા છતાં તેઓ SIRની કામગીરીમાં નિષ્ઠા સાથે જોડાયા છે. સાથે જ એક પણ દિવસની રજા લીધા વિના ધગશ સાથે SIRની ફરજ નિભાવી રહ્યા છે.