વડોદરામાં ડભોઈના પલાસવાડા પાસે મુખ્ય માર્ગની દયનીય હાલતથી. દરરોજ હજારો વાહનચાલકો મુશ્કેલી વેઠવા મજબૂર. છેલ્લા એક મહિનાથી પલાસવાડાના નવા ફાટકની કામગીરી ચાલી રહી છે. જેમાં મેટલ અને કપચી નાખ્યા બાદ. ડામરનું પડ ન ચડાવતા લોકોને પડી રહી છે મુશ્કેલી. છેલ્લા એક માસથી પલાસવાડા ફાટક પાસે રેલવે તંત્ર દ્વારા નવી ફાટક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.પલાસવાડા ફાટકની આસપાસ માત્ર મેટલ અને કપચી નાખી દેવામાં આવી છે.અને ડામરનું પડ ન ચડાવતા ધૂળની ડમરી ઉડવાની સમસ્યાથી લોકો પરેશાન છે..સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગની ખરાબ હાલતની સાથે જ ધૂળ અને ખાડાઓથી પણ વાહનચાલકો પરેશાન છે.રોડની એક માસથી અત્યંત ખરાબ સ્થિતી છે.રેલવે ફાટકના કામ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રસ્તાનું કામ અધૂરું રહેતા રસ્તો પણ સાંકડો કરી દેવાતા ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થઈ છે.ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને રોજ એક ટેન્કર પાણી છાંટવાની માગ પણ કરી હતી.તેની પણ અમલવારી ન થતાં ગ્રામજનો પરેશાન છે.