ભરૂચમાં બ્રાન્ડેડ બૂટની થઈ ચોરી. આર.કે. કાસ્તા કોમ્પલેક્સમાં યુવકે કરી બ્રાન્ડેડ બૂટની ચોરી. સ્લીપર પહેરીને આવેલો યુવકે બૂટ પહેરી થયો ફરાર. મોંઘા બૂટની ચોરીનું દ્રશ્ય CCTV કેમેરામાં ઝડપાયું. તમે મોંઘીદાટ વસ્તુઓની ચોરી થઈ હોવાનું તો સાંભળ્યું હશે, પરંતું ભરૂચમાં એક યુવકે બ્રાન્ડેડ બૂટની ચોરી કરી છે. આર. કે. કાસ્તા કોમ્પ્લેક્ષ પાસે એક યુવક મોબાઈલ ફોન પર વાત કરતો જોવા મળે છે. જે બાદ યુવકની નજર બ્રાન્ડેડ બૂટ પર પડે છે. અને તે પોતાના ચપ્પલ ઉતારીને બૂટ પહેરીને ફરાર થઈ જાય છે. બૂટની ચોરી કરતો આ શખ્સ CCTV કેમેરામાં કેદ થયો છે. ત્યારે રોજબરોજની ચોરીની ઘટના વચ્ચે બૂટ ચોરીની આ ઘટના ચર્ચાનો વિષય બની છે.