જ્યારે કાશ્મીર છીનવવાની વૈશ્વિક સાજીશ થઈ…ત્યારે ભારતની પડખે ઊભું હતું રશિયા, જાણો ભારત-રશિયાની દોસ્તીની કહાની

વર્ષ 1947થી લઈને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય માહોલ બદલાયો અનેક દેશો ગૃહયુદ્ધની આગમાં સળગી ગયા અને ઘણા દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ, પરંતુ ભારત અને રશિયાના સંબંધોમાં આજદિન સુધી કોઈ ખટાશ આવી નથી. રશિયા હંમેશા દરેક મુશ્કેલીમાં ભારતની પડખે ઊભું રહ્યું છે.

| Updated on: Aug 31, 2024 | 5:24 PM

ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાની કહાની વર્ષો જૂની છે. 13 એપ્રિલ 1947ના રોજ રશિયા (તત્કાલીન સોવિયેત સંઘ) અને ભારતે સત્તાવાર રીતે દિલ્હી અને મોસ્કોમાં મિશન સ્થાપવાનું નક્કી કર્યું. બંને દેશો વચ્ચે શરૂ થયેલી મિત્રતાનો આ સિલસિલો આજે 77 વર્ષ પછી પણ ચાલુ છે. હાલમાં ભલે અમેરિકા અને ભારત વચ્ચે નિકટતા વધી હોય, પરંતુ હકીકત એ છે કે ભારતનો સાચો મિત્ર રશિયા છે.

છેલ્લા 77 વર્ષમાં આંતરરાષ્ટ્રીય માહોલ બદલાયો અનેક દેશો ગૃહયુદ્ધની આગમાં સળગી ગયા અને ઘણા દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ, પરંતુ ભારત અને રશિયાના સંબંધોમાં આજદિન સુધી કોઈ ખટાશ આવી નથી. રશિયા હંમેશા દરેક મુશ્કેલીમાં ભારતની પડખે ઊભું રહ્યું છે. દુનિયાની પરવા કર્યા વિના રશિયા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું મિત્ર બની રહ્યું છે.

22 જૂન 1962ના રોજ જ્યારે સુરક્ષા પરિષદમાં આયર્લેન્ડે કાશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ચીન (સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો) સિવાય આયર્લેન્ડ, ચિલી અને વેનેઝુએલાએ સમર્થન આપ્યું હતું. આ પ્રસ્તાવ પાછળ ભારત વિરુદ્ધ પશ્ચિમી દેશોનું મોટું ષડયંત્ર હતું. તેનો હેતુ ભારત પાસેથી કાશ્મીર છીનવીને પાકિસ્તાનને આપવાનો હતો. પરંતુ એ સમયે રશિયાએ તેના 100મા વીટોનો ઉપયોગ કરીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું અને ભારત સાથે દોસ્તી નિભાવી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">