રાજકોટ વીડિયો : ભારતીય ટીમ માટે રાજકોટમાં ઈનામની જાહેરાત, 251 વારના પ્લોટ પુરસ્કારરૂપે અપાશે

રાજકોટ વીડિયો : ભારતીય ટીમ માટે રાજકોટમાં ઈનામની જાહેરાત, 251 વારના પ્લોટ પુરસ્કારરૂપે અપાશે

Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 18, 2023 | 5:12 PM

ભારતીય ટીમ વિજેતા બનશે તો રાજકોટમાં ઈનામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના શિવન જેમિન ઈન્ડસ્ટ્રીયલ ઝોને ભારતીય ટીમ વિજેતા થશે તો તેમને ઈનામમાં પ્લોટ આપવાની જાહેરાત કરી છે. રાજકોટના ભાયાસર - કાથરોટી નજીક ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કારરૂપે ભારતીય ટીમને અપાશે તેવી જાહેરાત કરી છે. આશરે 10 લાખની કિંમતનો એક પ્લોટ છે.

આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ભારતીય ટીમનો ભવ્ય વિજય થાય તે માટે સૌ કોઇ ઉત્સાહિત છે ત્યારે રાજકોટના એક બિલ્ડર દ્રારા ભારતીય ટીમ માટે ઇનામની જાહેરાત કરવામાં આવી છે.રાજકોટના શિવમ જેમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનના માલિક કેયુર ઢોલરિયાએ ભારતીય ટીમનો વિજય થશે તો ૧૫ ખેલાડી અને 1 કોચને પ્લોટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

એક પ્લોટની કિંમત 10 લાખ રૂપિયા

કેયુર ઢોલરિયાએ કહ્યું હતું કે હું નાનપણથી ક્રિકેટ પ્રેમી છું.દરેક ભારતીયનું સ્વપ્ન હોય છે કે ભારતીય ટીમનો વર્લ્ડકપની ફાઇનલ મેચમાં વિજય થાય ત્યારે ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે.ભારતીય ટીમ વિજેતા બનશે તો ભાયાસર કાથરોટી નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલા ૨૫૧ વારનો પ્લોટ ભેટ આપવામાં આવશે.આ વિસ્તારમાં વારના 4 હજાર રૂપિયા છે જેના કારણે પ્લોટની કિંમત 10 લાખ રૂપિયા થાય છે.

આ પણ વાંચો: ગીરસોમનાથ: કેન્દ્રીય રાજ્ય રેલ અને ટેક્સ્ટાઈલ મંત્રી દર્શના જરદોશે સોમનાથ મહાદેવના કર્યા દર્શન- જુઓ તસ્વીરો

જાહેરાત માત્ર પબ્લિસિટી ?

રાજકોટના બિલ્ડરે પોતાની લાગણી દેખાડી છે જો કે આ જાહેરાત પબ્લિશીટી સ્ટંટ હોય તેવું લાગી રહ્યું છે.ભૂતકાળમાં રાજકોટમાં મહાનુભાવોના નામે આ પ્રકારે પ્લોટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે કોઇ મહાનુભાવો પ્લોટ લેવા આવ્યું ન હતું ત્યારે ક્રિક્ટરો પ્રત્યેનો ઉત્સાહ જરૂર છે પરંતુ ક્રિકેટરો પ્લોટ લેવા આવશે કે કેમ તે સવાલ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published on: Nov 18, 2023 02:22 PM
g clip-path="url(#clip0_868_265)">