Dang : ભર ચોમાસે પાણીની પારાયણ, મહારાષ્ટ્રની હદમાં આવેલા ઝરણામાંથી ભરવું પડે છે પિવાનુ પાણી, જુઓ Video
ગુજરાતના ચેરાપુંજીમાં પાણીને કારણે લોકો વલખાં મારતા જોવા મળ્યા હતા. ભરચોમાસે પીવાના પાણીની પારાયણ સર્જાતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગુજરાતના ડાંગમાં આવેલું ગિરિમથક સાપુતારા કે જયાં હજારોની સંખ્યામાં લોકો રજાની મજા માણવામાં આવે છે. એ સાપુતારાને ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે. આટલો વરસાદ પડતો હોવા છતાં અને હરવાફરવાનું સૌથી શ્રેષ્ઠ સ્થળ હોવા છતાં, દીવા તળે અંધારા જેવી વાત એ છે કે, સાપુતારામાં આવેલા નવાગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.
એક તરફ જ્યાં પ્રવાસીઓ મોનસૂન ફેસ્ટિવલની મજા માણે છે, ત્યાં બીજી તરફ સ્થાનિકોને એક માસથી પીવાના પાણી માટે ભટકવું પડે છે. નવાગામમાં બે તળાવ હોવા છતાં લોકો માટે બનાવેલી ટાંકીમાં પાણી નથી આવતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તળાવનું પાણી ફક્ત હોટલ્સને ફાળવવામાં આવે છે. શરમજનક વાત એ છે કે ગુજરાતના સાપુતારાના નવાગામમાં રહેતા સ્થાનિકોને મહારાષ્ટ્રની હદમાં આવેલી એક કોતરમાંથી ખોબે-ખોબે પીવાનું પાણી ભરવાની નોબત આવી છે.
આ પણ વાંચો : Gujarati Video: ડાંગ જિલ્લામાં બે જોખમી પુલ પર ભારે વાહન પર પ્રતિબંધ, સુરક્ષા ગાર્ડ મુકવા સ્થાનિકોની માગ
સ્થાનિક તંત્રને રજૂઆત કરી કરીને લોકો થાક્યા પણ હજી સુધી પીવાના પાણીના પાણીનું નિરાકરણ નથી આવ્યું. ત્યારે હવે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અઠવાડિયામાં પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સાપુતારા સર્કલ પાસે મહિલાઓ બેડા સાથે વિરોધ નોંધાવશે.
ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો