Dang : સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ 2023ની શરૂઆત, પ્રવાસન મંત્રી મુળુ બેરાએ કરાવ્યો પ્રારંભ, જૂઓ Video

ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે. 30 જુલાઈથી શરૂ થયેલ ફેસ્ટિવલ 31 ઓગસ્ટ સુધી ચાલશે. મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘ મલ્હાર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્વાગત સર્કલથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 1:13 PM

Dang : ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા (saputara) ખાતે આજથી મોન્સૂન ફેસ્ટિવલ 2023ની (Monsoon Festival 2023) શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે. 30 જુલાઈથી શરૂ થયેલ ફેસ્ટિવલ 31 ઓગસ્ટ સુધી ચાલશે. મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘ મલ્હાર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્વાગત સર્કલથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું, જેમાં અલગ અલગ દેશના સાસ્કૃતિક કાર્યકમની ઝાંખીનું પ્રદશન જોવા મળ્યું હતું. સાથે વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Kutch : ભુજના બન્નીમાં શિક્ષકને અપાઈ ભારે હૈયે વિદાય, ગ્રામજનો સાથે શિક્ષક પણ રડી પડ્યા, જૂઓ Video

ડાંગ પોતાના કુદરતી સૌંદર્ય માટે જગવિખ્યાત છે તેમાં પણ ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં કુદરતી સૌંદર્ય માણવા ઉમટી પડે છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">