Breaking News : ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડી પડાયા, જુઓ Video
અમદાવાદના મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવના ડિમોલિશનનો બીજા તબક્કાનો આજે બીજો દિવસ છે. આજે પણ કેટલાક ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આજે 30થી વધારે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કર્યું છે.

ગઈકાલે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. આજે આ કામગીરી માટે 35 જેટલા હિટાચી મશીનો અને 15 જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો.અધિકારીઓના જણાવ્યા મુજબ 8500 થી વધુ નાના-મોટા કાચા-પક્કા મકાનો તોડી પાડવામાં આવ્યા. આમાં 30 થી વધુ ધાર્મિક સ્થળો, જેમાં મંદિરો અને મસ્જિદોનો પણ સમાવેશ થાય છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયું ડિમોલિશન
કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંડોળા તળાવના વિકાસ માટે આ ડિમોલિશન કામગીરી અત્યંત જરૂરી છે. પ્રથમ તબક્કામાં ગેરકાયદેસર રીતે વસેલા માથાભારે તત્વો અને બાંગ્લાદેશીઓના મકાનો દૂર કરવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં, તળાવની આસપાસના ગેરકાયદેસર બાંધકામો, જેમાં ધાર્મિક સ્થળો પણ સામેલ હતા. તેને પણ તોડવામાં આવ્યા છે.
આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના તમામ ઝોનના કર્મચારીઓ અને અધિકારીઓ પણ આ કામગીરીમાં સમયે હાજર હતા.આગામી દિવસોમાં કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. આ ડિમોલિશન ડ્રાઇવ ચંડોળા તળાવના સૌંદર્યકરણ અને વિકાસ માટેનું એક મહત્વનું પગલું છે.