વાપીમાં નવરાત્રીમાં થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં મારામારી, ઘટનાના CCTVમાં કેદ
વલસાડમાં વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં મારમારી કરી છે. નવરાત્રીમાં થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને 4 યુવકોએ એક યુવકને માર માર્યો છે. મારામારી કરવા આવેલા તમામ ઈસમો દારૂના નશામાં હોવાનું સ્થાનિકોનો આક્ષેપ. દારૂના નશામાં છાકટા બનેલા યુવકોનો જાહેરમાં દાદાગીરી સામે આવી છે. સમગ્ર ઘટનાના CCTV અને મોબાઈલના વિડીયો સોશ્યલ મીડિયા વાયરલ થયા છે.
રાજ્યના અનેક શહેરોમાં અસામાજિક તત્વો આતંક મચાવી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થા સામે ઉઠી રહ્યા છે સવાલ. આવી જ ઘટના વાપીના ગુંજન વિસ્તારના ન્યુ હાઉસિંગ બોર્ડ પાસે બની. કે જ્યાં દારૂ પીને છાકટા બનેલા 4 જેટલા શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો. નવરાત્રિમાં થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને 4 શખ્સો યુવક પર તૂટી પડ્યા.
આ પણ વાંચો : ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષને લઈ ઇમરજન્સી કેસમાં થયેલા વધારા સામે 108ની સરાહનીય કામગીરી
મારામારી કરવા આવેલા તમામ શખ્સો નશાની હાલતમાં હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોને જાણે કે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં લાકડી અને લોખંડના પાઈપ વડે યુવક પર હુમલો કર્યો. એટલું જ નહીં અન્ય એક યુવકને ધમકી આપ્યાનો વીડિયો પણ વાયરલ થયો છે. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાપી GIDC પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.