વીડિયો : દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, બેન્કની કેશ વેનમાં દારૂની હેરાફેરી ઝડપાઇ
દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો સામે આવ્યો છે. વલસાડમાં બેંકની કેશ વેનમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. જિલ્લા LCBએ બગવાડા ટોલ નાકા પાસેથી દારૂ ઝડપ્યો છે. બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે બેંકની કેશ વેન બનાવી હતી. 1 લાખના દારૂ સહિત કુલ રૂ. 4.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ દરમ્યાન એક આરોપી ઝડપાયો છે. જોકે અન્ય 4 આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે.
ગુજરાતમાં નશાબંધી હોવા છતાં બુટલેગરો દારૂનો વેપાર કરવા માટે અવનવા કીમિયા અપનાવે છે. ત્યારે વલસાડના બગવાડા ટોલ નાકા પાસેથી જિલ્લા LCBએ દારૂ ઝડપી પાડ્યો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે, કે આ શખ્સો બેંકની કેશ વેનમાં દારૂ લઇને જતા હતા. જેથી કોઇને શંકા ન જાય.
આ પણ વાંચો : વલસાડના આશાસ્પદ યુવકને મધરાતે હ્રદયમાં અચાનક ઉઠી પીડા બાદમાં થયું મોત, જુઓ વીડિયો
ખાસ, દારૂની હેરાફેરી કરવા માટે જ બુટલેગરોએ બેંકની કેશ વેન જેવી જ ગાડી તૈયાર કરી હતી. ત્યારે LCBએ રૂપિયા 1 લાખના દારૂ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કારમાં સવાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. જો કે હવે પારડી પોલીસે તપાસ હાથ ધરી છે, કે દારૂ ક્યાં લઇ જવાતો હતો અને કેટલાં સમયથી આ પ્રકારનો ધંધો ચાલતો હતો. જેથી પોલીસે વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
