વલસાડના આશાસ્પદ યુવકને મધરાતે હ્રદયમાં અચાનક ઉઠી પીડા બાદમાં થયું મોત, જુઓ વીડિયો
વલસાડમાં 28 વર્ષીય આશાસ્પદ યુવકનું અચાનક મોત થતાં પરિવાર ચિંતામાં મૂકયો હતો. જોકે બાદમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક સંભાવના સેવાય રહી છે. મધરાતે એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ તે પહેલા જ યુવકનું મોત થયું. મૃતક યુવકનું નામ નરેશ વસાવા હોવાનું સામે આવ્યું છે. મૂળ નર્મદાનો યુવક વલસાડમાં વેઇટરનું કામ કરતો હતો. વધી રહેલા હાર્ટ એટેકના કેસોને લઈ લોકોમાં પણ હવે ચિંતામાં વધારો થયો છે.
વલસાડમાં મધરાતે એક 28 વર્ષીય આશાસ્પદ યુવકનું અચાનક મોત નીપજ્યું. યુવકને રાતે અચાનક શરીરમાં પીડા થતી હોવાનું જણાવ્યુ. જે બાદ સારવાર માટે એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યા. પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ યુવક જિંદગીની જંગ હારી ગયો.
આ પણ વાંચો : વલસાડથી બીલીમોરા જતી ST બસનો અકસ્માત, ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા
યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક સંભાવના છે. મૃતક યુવકનું નામ નરેશ વસાવા હોવાનું આવ્યું છે. તે મૂળ નર્મદાનો વતની હતો અને વલસાડમાં વેઇટર તરીકે કામ કરતો હતો. દિવસે ને દિવસે વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈ આરોગ્ય વિભાગ પણ આ અંગે વિવિધ સંશોધન કરી રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં આ સમસ્યા વધી રહી છે.
