વલસાડથી બીલીમોરા જતી ST બસનો અકસ્માત, ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા
વલસાડ ST ડેપોથી મુસાફરો ભરીને બીલીમોરા જતી ST બસના અકસ્માતની ઘટના સામે આવી છે. બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરી હતી. જોકે મુસાફરોનું કહેવું છે કે બસ ચાલક દારુના નશામાં હતો જેના કારણે આ ઘટના ઘટી હોવાનું સ્થાનીકોમાં ચર્ચાઇ રહ્યું છે. 50 થી 55 મુસાફરો ભરીને જતી બસ રોડની બાજુમાં આવેલું વરસાદી પાણી નિકાલની ગટરમાં ઉતરી ગઈ હતી.
વલસાડના છરવાડા ગામના જવાહર ફળિયા પાસે મીની ST બસનો અકસ્માત સર્જાયો છે. વલસાડ ST ડેપોથી મુસાફરો ભરીને બીલીમોરા આ ST બસ જઈ રહી હતી જે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ છે. બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરી હતી અને આ અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : રાજયમાં ફરી કોરોનાએ માથું ઉચકયું, વલસાડ સિવિલમાં કોરોનાનો એક કેસ નોંધાયો
બસ ચાલક દારુના નશામાં હોવાની સ્થાનીકોમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ અંગે હજુ કોઈ માહિતી સામે નથી આવી. મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બસ ચાલક આશીષ એચ.કોકણી દારૂના નશામાં હોવાનો મુસાફરોના આક્ષેપ છે. નશાની હાલતમાં આ બસ હંકારતા આ ઘટના ઘટી હોવાની વાત મુસાફરો કરી રહ્યા છે. 50 થી 55 મુસાફરો ભરીને આ બસ રોડની બાજુમાં આવેલ કુદરતી કાંસમાં ફસાઈ હતી. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
