રાજયમાં ફરી કોરોનાએ માથું ઉચકયું, વલસાડ સિવિલમાં કોરોનાનો એક કેસ નોંધાયો

રાજયમાં ફરી કોરોનાએ માથું ઉચકયું, વલસાડ સિવિલમાં કોરોનાનો એક કેસ નોંધાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 5:28 PM

રાજયમાં લાંબા સમય બાદ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. વલસાડ ની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના નો એક કેસ નોંધાયો. મહત્વનુ છે કે આ દર્દી નવસારી જિલ્લાના રૂમલા ગામનો છે જે સારવાર અર્થે વલસાડ સિવિલ આવ્યો હતો. જોકે અહીં તેની સારવાર માટે દર્દીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા સમગ્ર વાત સામે આવી હતી. એટ્લે કે ખૂબ લાંબા સમય બાદ કોરોના એ માથું ઊચકતા ચોક્કસ શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે.

રાજયમાં 5 મહિના બાદ ફરી કોરોનાએ માથું ઉચકયું છે. વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાનો એક કેસ નોંધાયો છે. નવસારી જિલ્લાના રૂમલા ગામનો દર્દી સારવાર અર્થે સિવિલ આવ્યો હતો. સારવાર માટે દર્દીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા દર્દી પોઝિટિવ નોંધાયો. કોરોના દર્દી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

આ પણ વાંચો : આજની ઇ-હરાજી : વલસાડના પારડીમાં ખૂબ જ ઓછી કિંમતમાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત

છેલ્લા કેટલાય સમયથી કોરોના શાંત પડ્યો હતો પરંતુ આચનક ફરીથી નવસારી જિલ્લાના રૂમલા ખાતે રહેતો વ્યક્તિ જેને સારવાર માટે વલસાડ લાવવામાં આવ્યો હતો. જોકે SOP અનુસાર તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા આ સમગ્ર માહિતી સામે આવી હતી.

 

વલસાડ જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">