વલસાડ : દારૂની હેરાફેરી કરતી 23 મહિલાઓ ઝડપાઇ, કયારે અટકશે આ સિલસિલો ?

નોંધનીય છેકે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. આમ છતાં રાજયમાં એનકેન પ્રકારે દારુ ઘુસાડવામાં આવી રહ્યો છે. દેશના અન્ય રાજયો કરતા ગુજરાતમાં દારૂનું વેચાણ સૌથી વધારે થતું હોવાનું મનાઇ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 1:11 PM

દમણથી વલસાડમાં (VALSAD) દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બાતમીને આધારે પોલીસે દારૂની હેરાફેરી (Alcohol rigging)કરતી મહિલાઓને (Women) ઝડપી પાડી છે. પારડી પોલીસે 23 મહિલા બુટલેગરને ઝડપી પાડી છે. સુરત, ઉધના, નવસારી, જોરાવાસણ, વલસાડની 23 મહિલાઓને ઝડપી પાડી છે. સાથે જ પોલીસે 23 મહિલાઓ પાસેથી 78 હજારથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દમણથી કોલકખાડી પસાર કરી ગુજરાતમાં મહિલાઓ દારૂની હેરાફેરી કરતી હોવાનો ખુલાસો થયો છે.

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો, પણ હેરાફેરીનો સિલસિલો કયારે અટકશે ?

નોંધનીય છેકે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. આમ છતાં રાજયમાં એનકેન પ્રકારે દારુ ઘુસાડવામાં આવી રહ્યો છે. દેશના અન્ય રાજયો કરતા ગુજરાતમાં દારૂનું વેચાણ સૌથી વધારે થતું હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે દારૂબંધીના કાયદાની કડક અમલવારી થાય એ જરૂરી છે. નહિંતર આ કાયદો નામ માત્રનો હોય તેવું પણ દેખાઇ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતના સરહદી રાજયોમાં દારૂને આસાનીથી ઘુસાડવામાં આવે છે. અને, આવું દરેક વખતે નજરે પડી રહ્યું છે. પરંતુ, આ સિલસિલો કયારે અટકશે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે તો રોકડી કરવાની લાયમાં મહિલાઓ પણ આ ધંધામાં ઘુસી રહી છે.

આ પણ વાંચો : SURAT : AAPના વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા, કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવા એંધાણ

આ પણ વાંચો : Chhota Udepur: નસવાડીના ભાજપ હોદ્દેદાર જશુ ભીલનો વીડિયો વાયરલ, યુવક પાસેથી રુપિયા લીધા હોવાનો કરે છે સ્વીકાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">