SURAT : AAPના વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા, કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવા એંધાણ

SURAT : AAPના વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા, કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવા એંધાણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 12:53 PM

આપના (AAP) વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા છે. ગુમ થયેલા કોર્પોરેટર (Corporator)આમ આદમી પાર્ટી છોડી શકે છે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં (BJP) જોડાઇ શકે છે.

SURAT: આપના (AAP) વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા છે. ગુમ થયેલા કોર્પોરેટર (Corporator)આમ આદમી પાર્ટી છોડી શકે છે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં (BJP) જોડાઇ શકે છે. અગાઉ ચાર મહિલા કોર્પોરેટર સહિત પાંચ કોર્પોરેટરોએ પાર્ટી છોડી હતી.

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ

નોંધનીય છેકે 4 ફેબ્રુઆરી2022ના રોજ સુરત આમઆદમી પાર્ટીમાં ભંગાણનો દિવસ સાબિત થયો હતો. મહાનગર પાલિકા ચૂંટણીમાં સારી એવી બેઠકો મેળવીને સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિરોધ પક્ષ બની બેઠેલ આમઆદમી પાર્ટીના વળતા પાણી શરૂ થઇ ગયા છે. આજે એક સાથે આમઆદમી પાર્ટીના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે બંને આપ કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં જોડાનાર કોર્પોરેટર 1) વિપુલ મોવાલિયા 2) ઋતા કાકડિયા 3) જયોતિકા લાઠિયા 4) ભાવના સોલંકી અને, 5) મનીષા કુકડિયા

મહત્વનું છે કે ગાંધીનગર કમલમ ખાતે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે આપના કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું.

 

આ પણ વાંચો : Chhota Udepur: નસવાડીના ભાજપ હોદ્દેદાર જશુ ભીલનો વીડિયો વાયરલ, યુવક પાસેથી રુપિયા લીધા હોવાનો કરે છે સ્વીકાર

આ પણ વાંચો : IPL 2022 Auction: ગુજરાતની ટીમે ખરીદેલ અભિનવ ની સફર ચંપલની દુકાન થી શરુ થઇને ‘કરોડપતિ’ એ પહોંચી, ઓક્શને પલટી દીધી જીવનની બાજી

g clip-path="url(#clip0_868_265)">