Chhota Udepur: નસવાડીના ભાજપ હોદ્દેદાર જશુ ભીલનો વીડિયો વાયરલ, યુવક પાસેથી રુપિયા લીધા હોવાનો કરે છે સ્વીકાર

Chhota Udepur: નસવાડીના ભાજપ હોદ્દેદાર જશુ ભીલનો વીડિયો વાયરલ, યુવક પાસેથી રુપિયા લીધા હોવાનો કરે છે સ્વીકાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 12:44 PM

જશુ ભીલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ભાજપના હોદ્દેદાર છે. તાજેતરમાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 2020નો હોવાનો દાવો કરાયો છે. જેમાં તેઓ કંડક્ટરની ભરતીમાં કેટલાક યુવક પાસેથી રૂપિયા લીધા હોવાની વાત સ્વીકારે છે.

છોટાઉદેપુર (Chhota Udepur)ના નસવાડીના ભાજપ (BJP) હોદ્દેદાર જશુ ભીલ (Jashu Bhil)નો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કંડક્ટરની ભરતીમાં યુવક પાસે રૂપિયા લીધા હોવાની વાતનો સ્વીકાર કરે છે. સાથે જ રુપિયા લીધા હતા પણ કોરોનાના કારણે કામ ન થયું હોવાની કબુલાત પણ કરે છે.

જશુ ભીલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ભાજપના હોદ્દેદાર છે. તાજેતરમાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 2020નો હોવાનો દાવો કરાયો છે. જેમાં તેઓ કંડક્ટરની ભરતીમાં કેટલાક યુવક પાસેથી રૂપિયા લીધા હોવાની વાત સ્વીકારે છે. તેઓ સ્વીકારે છે કે રૂપિયા લીધા હતા, પરંતુ કોરોનાના કારણે કામ થયું નથી. તેઓ એવું પણ કહી રહ્યા છે કે, એસ.ટી.નિગમની ઓફિસ ચાલુ થશે તો હું રૂપિયા પરત લઈ આવીશ. નોંધનીય છે કે અગાઉ જશુ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના ડિરેક્ટર રહી ચુક્યા છે.

ફરિયાદી યુવકે આરોપ લગાવ્યો છે કે 2018માં થયેલી કંડકટરની ભરતી માટે તેણે ભાજપના હોદ્દેદાર જશુ ભીલને 40 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં ભરતીમાં ઓર્ડર ન મળતા જશુ ભીલ પાસે રૂપિયા પરત માગ્યાં હતા, પરંતુ જશુ ભીલ સીધો જવાબ આપતા નહતા. જેથી આધાર પુરાવા માટે આ વીડિયો ઉતારવો પડ્યો હોવાનો પીડિતે દાવો કર્યો છે

વીડિયો વાયરલ થતા હવે કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે કરોડો રૂપિયા ભાજપના આગેવાનોના ખિસ્સામાં ગયા છે. ભાજપ મની કલેક્શન માટે એક વ્યક્તિની નિમણૂક કરી રૂપિયા ખંખેરી રહી છે.

આ પણ વાંચો- Junagadh: કુંજ પક્ષીઓને પગમાં સોલાર સંચાલિત GPS ટ્રાન્સમીટર લગાવાયા, તેમની રોજની ગતિવિધીનો હવે સર્વે થશે

આ પણ વાંચો- Bhavnagar: માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવ સારા મળતા જગતનો તાત ખુશખુશાલ

g clip-path="url(#clip0_868_265)">