Vadodara Video : કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ, વધારે પડતુ શેરડીના રસનું સેવન ટાળો
હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં હીટવેવની આગાહી છે.વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જોવા મળ્યો છે. કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બની રહ્યાં છે.
હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં હીટવેવની આગાહી છે. વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જોવા મળ્યો છે. કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બની રહ્યાં છે.
હીટ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીના રસનો સેવન કરે છે. તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે. શેરડીના રસનું વધુ સેવનથી ઝાડા ઉલ્ટી અને ટાઇફોઇડ થઈ શકે છે. ઝાડા ઉલ્ટી, કોલેરા, કમળો,ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થયો છે.
અનહાઇજેનિક કન્ડિશન યુક્ત દુકાનથી ઠંડા પીણાનું સેવન ન કરવા તબીબોએ સલાહ આપી છે. શેરડીના રસમાં વપરાતો બરફ પણ અનહાઇજેનિક હોઈ શકે છે. અશુદ્ધ પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
