Vadodara Rain : પૂરના પાણીથી થયેલા નુકસાનના આકલન માટે રચવામાં આવી 35 ટીમ, જુઓ Video
વડોદરામાં પણ ભારે વરસાદના પગલે તારાજી સર્જી છે. વડોદરામાં પૂરના પાણીથી ઘર-મકાનમાં થયેલા નુક્સાનના આકલન માટે ટીમો બનાવવામાં આવી છે.રાજ્ય સરકારની સૂચના બાદ તાત્કાલિક સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કલેક્ટરે જણાવ્યુ કે પૂરની સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. તો જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યલક્ષી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ધડબડાટી બોલાવીને વરસ્યા છે. જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જી છે. તો વડોદરામાં પણ ભારે વરસાદના પગલે તારાજી સર્જી છે. વડોદરામાં પૂરના પાણીથી ઘર-મકાનમાં થયેલા નુક્સાનના આકલન માટે ટીમો બનાવવામાં આવી છે.
રાજ્ય સરકારની સૂચના બાદ તાત્કાલિક સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કલેક્ટરે જણાવ્યુ કે પૂરની સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. તો જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યલક્ષી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
તો ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની ભરપૂર આવક થઇ છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાયુ. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં (Ankleshwar) નર્મદા નદીના પૂરના પાણી ઘૂસ્યા છે.
Latest Videos