Gandhinagar : કેબિનેટ બેઠકમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદે CM એ અધિકારીઓની કાઢી ઝાટકણી, બેદરકારો સામે પગલાં લેવા સૂચના, જુઓ Video
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓની બેદરકારીને લઈ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતના આણંદ અને વડોદરાને જોડવાની સાથે સાથે સૌરાષ્ટ્ર જવા માટેનો ઉપયોગી ગંભીરા બ્રિજ બેદરકારીને કારણે તુટી પડ્યો. આ ઘટનાને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠક દરમિયાન જાહેરાત કરતાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો છે. મુખ્યમંત્રીએ ઘટનાઓની પૃષ્ઠભૂમિ જાણીને જણાવ્યું કે, આ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવશે.
અધિકારીઓની બેદરકારી સામે સીએમની લાલ આંખ
CM ભૂપેન્દ્ર પટેલે બેદરકારી દાખવનાર અધિકારીઓ પર સકત ટેક કાઢતા જણાવ્યું કે, જૂન મહિનામાં જ બ્રિજ અંગે રિપોર્ટ તૈયાર થયો હતો જેમાં બધું સલામત હોવાનું જણાવાયું હતું. છતાં પણ ચોમાસા પહેલાં યોગ્ય રીતે બ્રિજ અને રસ્તાની તપાસ કરવામાં ન આવી, જે ગંભીર બાબત છે.
ઓફિસમાં બેસીને સર્વે કર્યો: સૂત્રોનો ખુલાસો
સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓએ બ્રિજના સ્થળીય નિરીક્ષણ વિના ઓફિસમાં બેઠા બેઠા રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેના કારણે દુર્ઘટના ઘટી અને અનેક નિર્દોષ નાગરિકોના જીવ ગયા. આ સાથે રાજ્ય સરકારની પ્રતિષ્ઠાને પણ આંચ આવી છે.
CMએ સ્પષ્ટ સંદેશો આપ્યો – જવાબદારો સામે થશે કડક કાર્યવાહી
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાને “ગંભીર બેદરકારી” ગણાવીને જણાવ્યું કે આવી લાપરવાહી માફી યોગ્ય નથી. તેમણે તમામ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની સૂચના ઉચ્ચ અધિકારીઓને આપી છે. રાજ્ય સરકાર હવે ભવિષ્યમાં આવા કેસમાં શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવશે એવું પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
