વડોદરા શહેર ભાજપ પ્રમુખનું વિવાદિત નિવેદન, ‘જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના’

વડોદર શહેર ભાજપ પ્રમુખ વિજય શાહના નિવેદને રાજકીય ગરમાવો સર્જ્યો છે. જે વોર્ડમાંથી મત ઓછા મળે છે તે વોર્ડમાં કામ ના કરવું તેવી સલાહ આપતા હવે તેમની જ પાર્ટીમાં તેમની વાતનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના ધારાસભ્ય યોગેશ પટેલે વિરોધ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2024 | 4:53 PM

વડોદરા ભાજપ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે શહેર પ્રમુખ વિજય શાહના નિવેદને રાજકીય ગરમાવો સર્જ્યો છે. જે વોર્ડમાંથી મત ઓછા મળે છે તે વોર્ડમાં કામ ના કરવું તેવી સલાહ આપતા હવે તેમની જ પાર્ટીમાં તેમની વાતનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના ધારાસભ્ય યોગેશ પટેલે વિરોધ કર્યો અને કહ્યુ કે વિજય શાહની સલાહથી હું ખુશ નથી.

શહેરના સિનીયર ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યુ કે કોઈપણ પ્રકારનો ભેદભાવ હોવો જ ના જોઈએ. કોંગ્રેસ ભાજપ હોય કે કોઈપણ ધર્મનો હોય ક્યાંય કોઈપણ સાથે ભેદભાવ અયોગ્ય છે અને આવું બિલકુલ થવું જ ના જોઈએ.

જો કે આખા મામલે કોંગ્રેસે ભાજપ પ્રમુખ વિજય શાહ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યુ કે તમે પ્રજા થકી ચૂંટાઈ ને આવો છો ત્યારે તમારે પ્રજાના કામ કરવાના હોય છે આ પ્રકારનું નિવેદન તેમની માનસિકતા છતી કરે છે. જો કે, માત્ર કોંગ્રેસ નહી પરંતુ વડોદરા શહેરની પ્રજા પણ વિજય શાહના નિવેદનને વખોડી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">