AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : જનસેવા કેન્દ્ર બહાર અરજદારો પાસેથી પૈસા પડાવતા 7 એજન્ટ સામે કાર્યવાહી- જુઓ Video

Vadodara: વડોદરા જનસેવા કેન્દ્ર બહાર એજન્ટો સામે તંત્રએ કાર્યવાહી કરી છે. રેશન કાર્ડ, કે પેન્શનના કામ માટે આવતા અરજદારો પાસેથી રૂપિયા પડાવતા એજન્ટ સામે પોલીસે સિક્રેટ વોચ ગોઠવી 7 એજન્ટ સામે કાર્યવાહી હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 11:50 PM
Share

વડોદરામાં જનસેવા કેન્દ્ર બહાર અડીંગો જમાવતા એજન્ટ સામે તંત્રએ સપાટો બોલાવ્યો. રેશન કાર્ડ, વિધવા પેન્શન સહિતના કામ કરાવવા આવતા લોકો પાસેથી આવા એજન્ટ રૂપિયા પડાવતા હતા. જનસેવા કેન્દ્રના મેનેજર અને કર્મચારીઓએ જાણ થતા જ વોચ ગોઠવી પોલીસને બોલાવી એજન્ટોને ઝડપી પાડ્યા. રાવપુરા પોલીસે એક મહિલા સહિત 7 એજન્ટ સામે કડક કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : Gir Somanth : ગીરસોમનાથમાં રામમંદિર ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ સાંસદ યોગ સ્પર્ધા, સ્પર્ધકોએ દર્શાવ્યા ગરુડાસન, ભદ્રાસન, નૌકાસન જેવા આસન

જનસેવા કેન્દ્ર બહાર આવા લેભાગુ એજન્ટ પેન્શન માટે આવતી વિધવા મહિલાઓ કે રેશનકાર્ડ માટે આવતા અરજદારોને તેમનુ કામ જલદી કરાવી આપવાની લાલચ આપી રૂપિયા પડાવતા હોય છે. જેનસેવા કેન્દ્રને આ અંગે અનેકવાર ફરિયાદો મળતી રહે છે. જેના પર પગલા લેતા જનસેવા કેન્દ્રના કર્મચારીઓએ છુપી વોચ ગોઠવી લેભાગુ એજન્ટોને ઝડપી લીધા હતા. જનસહાય કેન્દ્રમાં કામ અર્થે આવનારા ચર્ચા કરી રહ્યાં છે કે, આ માત્ર સાત એજન્ટ હોય તેવુ માનવાની ભૂલ કરવા જેવી નથી. આવા અનેક એજન્ટો ફરતા જ હોય છે. જે ભોળા અરજદારોને કામ કરાવી આપવાના બહાને કે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્ત કરાવવાના નામે પૈસા પડાવતા રહે છે. જેના પર લગામ કસાય તે જરૂરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">