રખડતી રંજાડથી મુક્તિ ક્યારે ? વડોદરામાં ઢોરે વૃદ્ધને અડફેટે લેતા સારવાર માટે ખસેડાયા

વડોદરામાં રખડતા ઢોરની અડફેટે વધુ એક વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા છે. મહાવીર હોલ ચાર રસ્તા નજીક રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા. વૃદ્ધ આજવાથી પાણી ગેટ બાઇક પર જતા હતા તે સમયે અડફેટે લેતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 5:20 PM

Vadodara : રખડતા ઢોરની અડફેટે વધુ એક વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા છે. ઘટના એવી હતી કે વૃદ્ધ આજવાથી પાણી ગેટ તરફ બાઇક પર જતા હતા. ત્યાં અચાનક જ મહાવીર હોલ ચાર રસ્તા નજીક રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા. રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધ ગંભીર ઇજાગ્રસ્ત થયા અને તેમને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ પણ વાંચો : રાજકોટમાં દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

મહત્વપૂર્ણ છે કે વારંવાર બનતી આવી ઘટનાઓથી શહેરીજનો ત્રસ્ત છે અને આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માગ કરી રહ્યા છે. લોકોએ આ રખડતા ઢોરમાં કારણે અનેક અવર તંત્રને રજૂઆત પણ કરી છે. ત્યારે આવા ઢોર દ્વારા થતાં અકસ્માતને કારણે અનેક લોકો આજ દિન સુધી ઇજાગ્રસ્ત થયા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેને લઈ લોકોમાં રોષ ફેલાયો છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">