વડોદરા : સોખડા હરિધામ વિવાદ મામલે બેઠક યોજાઇ, ત્યાગ વલ્લભ સ્વામીએ તમામ આક્ષેપોને ફગાવ્યા

મીડિયા સાથેની વાતચીતમાં સોખડા સ્વામિનારાયણ મંદિર સ્વામી ત્યાગ વલ્લબ સ્વામીનું નિવેદન આવ્યું છે. જેમાં ત્યાગ વલ્લબ સ્વામીએ પોતાના પરના તમામ આક્ષેપો ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે "મારે કોઠારી સ્વામી નથી બનવું."

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 20, 2022 | 5:24 PM

વડોદરા : સોખડા હરિધામમાં (Sokhada  Temple)  વિવિધ વિવાદોને લઈને એક બેઠક (Meeting) મળી હતી. પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામીની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ-અલગ ચાલી રહેલા વિવાદોને કેવી રીતે અટકાવવા તે અંગે મંથન કરાયું હતું. આ બેઠકમાં નકારાત્મક વાતો અને નકારાત્મક પ્રવૃત્તિઓથી સૌ દૂર રહે તેવી ચર્ચા કરાઇ હોવાનું મનાય છે. પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી સંયુક્ત નિવેદન દ્વારા ભક્તોમાં ફેલાયેલ ગેરસમજ દૂર કરવાની કોશિષ કરાઇ છે.

આ બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સોખડા સ્વામિનારાયણ મંદિર સ્વામી ત્યાગ વલ્લબ સ્વામીનું નિવેદન આવ્યું છે. જેમાં ત્યાગ વલ્લબ સ્વામીએ પોતાના પરના તમામ આક્ષેપો ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે “મારે કોઠારી સ્વામી નથી બનવું.”

સોખડા હરિધામ વિવાદમાં ગઇકાલે સંતોની ધરપકડ બાદ જામીન મળ્યા

વડોદરાના સોખડા હરિધામમાં અનુજ ચૌહાણને માર મારવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી.અનુજને માર મારનાર પાંચ સંતો સહિત સાતેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી . ત્યારે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે પોલીસ મથકેથી તમામ સાતેય આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અનુજ ચૌહાણને મારનારા સ્વામી પોલીસ સ્ટેશને હાજર થયા હતા.

સોખડા હરિધામના ચકચારી અનુજ ચૌહાણ મારામારી કેસમાં પોલીસે નિવેદન નોંધ્યું. વડોદરા તાલુકા પોલીસ સમક્ષ અનુજના પિતા અને તેમના મિત્રએ જવાબ આપ્યો હતો. FIR નોંધાયા પછી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે વિરેન્દ્રસિંહ ચૌહાણનું નિવેદન લીધુ હતું. અનુજના પિતાએ તે દિવસે બનેલી ઘટના અંગે જાણકારી આપી હતી.

આ પણ વાંચો : રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં નવી નિયુક્તિઓ થશે , 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

આ પણ વાંચો : Bhuj: કચ્છનો સૌથી મોટો રૂદ્રમાતા ડેમ ઉનાળા પહેલા તળીયા જાટક ખેડૂતો-પશુપાલકો ચિંતીત!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati