AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuj: કચ્છનો સૌથી મોટો રૂદ્રમાતા ડેમ ઉનાળા પહેલા તળીયા જાટક ખેડૂતો-પશુપાલકો ચિંતીત!

ભુજ તાલુકાના અનેક ગામો જેવા કે લોરીયા, સુમરાસર, ઢોરી, નોખીણીયા સહિતના ગામો માટે આ ડેમ આશીર્વાદ રૂપ છે. પરંતુ હાલ ડેમમાં શિયાળાના અંતમાં માત્ર 9 ટકા પાણીજ બચ્યુ છે.

Bhuj: કચ્છનો સૌથી મોટો રૂદ્રમાતા ડેમ ઉનાળા પહેલા તળીયા જાટક ખેડૂતો-પશુપાલકો ચિંતીત!
Kutch's largest Rudramata dam emptied before summer
Jay Dave
| Edited By: | Updated on: Jan 20, 2022 | 5:04 PM
Share

કચ્છ (Kutch) માં વર્તમાન ચૌમાસામાં વરસાદતો સારો પડ્યો પરંતુ ભુજ સહિતના તાલુકામાં ઓછા વરસાદથી ડેમો-તળાવમાં પાણીની યોગ્ય આવક થઇ ન હતી અને તેથી જ કચ્છના 20 મધ્યમ સિંચાઇ ડેમ પૈકીના સૌથી મોટા ભુજના રૂદ્રમાતા ડેમમાં ઉનાળા (summer) પહેલાજ પાણી તળીયા જાટક થઇ ગયુ છે.

એક તરફ શિયાળુ પાકમાં પણ પુરતુ પાણી ન મળતા ખેડુતો (farmer) ને ઉત્પાદન ધટવાની ચિંતા છે ત્યા ઉનાળા પહેલા જ રૂદ્રમાતા ડેમ (Rudramata dam) માં માત્ર 9 ટકા પાણી રહેતા ઉનાળો કેવો જશે તેની ચિંતા ખેડુતો-પશુપાલકોને છે. ડેમની કુલ સંગ્રહ શક્તિ 61.53MCM છે જેની સામે માત્ર 5.99MCM પાણી છે. જે 9 ટકા જેટલુ થાય છે.

ભુજ તાલુકાના અનેક ગામો જેવા કે લોરીયા, સુમરાસર, ઢોરી, નોખીણીયા સહિતના ગામો માટે આ ડેમ આશીર્વાદ રૂપ છે. પરંતુ હાલ ડેમમાં શિયાળાના અંતમાં ખાલી (emptie) થઈ ગયો છે અને માત્ર 9 ટકા પાણીજ બચ્યુ છે.

તાલુકામાં ઓછા વરસાદથી ડેમ ભરાયો ન હતો તેવામાં સિંચાઇ માટે પાણી છોડ્યા બાદ હવે માત્ર 9 ટકા જ પાણી ડેમમાં બંચ્યુ છે. જે નજીકના વિસ્તારોમાં ખેડુતો ખેંચી રહ્યા છે. પરંતુ લોરીયા સહિત આસપાસના ખેડુત અને પશુપાલકોની માંગ છે. કે પાણીનો જથ્થો અનામત રાખવામાં આવે સાથે ડેમને નર્મદાથી ભરવાના રાજકીય નેતા અને ધારાસભ્યના વચન ઝડપથી પુર્ણ થાય.

અંદાજીત 1 લાખથી વધુ પશુઓના પિવાના પાણીનો નિભાવ આ ડેમ આધારીત છે તો આસપાસના અનેક ગામોને સિંચાઇનુ પિયત માટે પાણી પણ અપાય છે. પરંતુ હાલ જ્યારે ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે ત્યારે જો જથ્થો નહી વધે તો ઉનાળો મુશ્કેલ જશે તેવી ખેડુતોએ ચિંતા વ્યક્ત કરી છે.

કચ્છમા અન્ય તાલુકામા સારા વરસાદ બાદ ડેમોમાં પાણીની સ્થિતી સારી છે પરંતુ ભુજ તાલુકામાં ઓછા વરસાદ અને ખેતી-પશુપાલનને ધ્યાને રાખી ઉનાળો મુશ્કેલ જાય તેવી સ્થિતી અત્યાર જ ઉપસ્થિત થઇ છે. જો કે જરૂરી વપરાશ બાદ પીવાના પાણી માટે જથ્થો અનામત રખાશે તો પિવાનુ જળસંકટ ટળી જશે પરંતુ પશુઓની સંખ્યા અને માનવ વસ્તીને ધ્યાને રાખી આયોજન થાય સાથે નર્મદાના પાણીથી ડેમ ભરી કાયમી ઉકેલની પશુપાલકો-ખેડુતોની માંગ છે.

આ પણ વાંચોઃ ખોડલધામ પાટોત્સવઃ હવે મંદિરમાં નહીં દરેક ઘરમાં ઉજવાવે ઉત્સવ, ઘરે ઘરે રંગોળી પૂરાઈ

આ પણ વાંચોઃ રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં નવી નિયુક્તિઓ થશે , 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

g clip-path="url(#clip0_868_265)">