Weather Update : ખેડૂતો માટે ફરી માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે, આજથી ફરી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેવાની સંભાવના છે. તો બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
તો વરસાદની આગાહી વચ્ચે કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિમંત્રીએ ખેડૂતોને સહાય અંગે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે.કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યુ છે કે બાગાયતી પાકમાં નુકસાન અંગે પણ સર્વે કરી સહાય ચૂકવાશે.રાજ્યમાં માવઠાના મારથી પરેશાન ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાજ્ય કૃષિપ્રધાન રાઘવજી પટેલે સહાય અંગે જાહેરાત કરતાં કહ્યું કે, સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. સાથે જ કેરી સહિતના બાગાયતી પાકમાં નુકસાન અંગે પણ સર્વે કરી સહાય ચુકવવામાં આવશે. મહત્વનું છે કે માર્ચ મહિનામાં પડેલા માવઠાથી અનેક તાલુકા અને જિલ્લામાં ખેડૂતોને નુકસાનીના અહેવાલ સામે આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
આ પણ વાંચો : Breaking News : કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે, કૃષિમંત્રીએ વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત