અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં સતત વન્યપ્રાણીઓના આંટાફેરા વધી રહ્યાં છે. ત્યારે વધુ અલગ-અલગ વિસ્તારના ત્રણ વીડિયો સામે આવ્યાં છે. રાજુલાના કોવાયા ગામે અનોખા દ્રશ્યો સામે આવ્યાં. જ્યાં સિંહ શ્વાનના બચ્ચાને ગામમાં રમાડતા જોવા મળ્યો. તો બીજી તરફ એક રહેણાંક મકાનના પટાંગણમાં સિંહ પ્રવેશ્યો હતો અને થોડી વાર આંટાફેરા કરીને જંગલ તરફ પરત વળી ગયો હતો. આ સાથે રાજુલાના છતડીયા રોડ પર આવેલા મનમંદિર નજીક દીપડાની લટાર જોવા મળી હતી. જેનો પણ વીડિયો વાયરલ થયો હતો.