આજનું હવામાન : સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી, જુઓ Video

આજનું હવામાન : સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી, જુઓ Video

| Updated on: Nov 15, 2024 | 7:49 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.અમદાવાદ સહિત કેટલા જિલ્લાઓમાં 19 ડિગ્રી કરતા પણ ઓછુ ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

અમરેલી, ભરૂચ, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, નર્મદા, સુરત,તાપી, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર,ડાંગ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ડાંગ, જુનાગઢ, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરૂચ, કચ્છ, રાજકોટ, તાપી સહિતના જિલ્લામાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Published on: Nov 15, 2024 07:49 AM
g clip-path="url(#clip0_868_265)">