પોલીસ જાપ્તામાંથી ફરાર મહાઠગ આખરે ઝડપાયો, પોલીસે આસામ સુધી કરવી પડી શોધખોળ, જુઓ વીડિયો
પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા નકલી CMOને ઝડપી પાડવા પોલીસે આકાશ-પાતાળ જાણે એક કરી દીધું હતું. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વિરાજ પટેલ પૂર્વોત્તરના કોઈ રાજ્યમાં છુપાયો છે.. જેથી પોલીસે આસામ અને મિઝોરમ સહિતના વિવિધ વિસ્તારોમાં આ માટે ટીમો મોકલી હતી.
કહેવાય છે કે ગુનેગાર ભલે તેટલો ગમે તેટલો ચતુર હોય તે પોલીસની ચૂંગાલમાંથી બચી નથી શકતો.એક મહાઠગ સાથે પણ એવુ જ કંઈક બન્યુ છે. પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા નકલી CMO વિરાજ પટેલ આખરે પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા નકલી CMOને ઝડપી પાડવા પોલીસે આકાશ-પાતાળ જાણે એક કરી દીધું હતું.
નકલી CMO વિરાજ પટેલ આખરે ઝડપાયો
પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વિરાજ પટેલ પૂર્વોત્તરના કોઈ રાજ્યમાં છુપાયો છે. જેથી પોલીસે આસામ અને મિઝોરમ સહિતના વિવિધ વિસ્તારોમાં આ માટે ટીમો મોકલી હતી. આખરે પોલસની મહેનત રંગ લાવી અને નકલી CMO વિરાજ પટેલને આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
કોર્ટમાંથી જાપ્તામાંથી ભાગ્યો હતો વિરાજ પટેલ
30 એપ્રિલના રોજ વડોદરાની ગોત્રી પોલીસે વિરાજ પટેલની દુષ્કર્મ અને ઠગાઇના કેસમાં પકડ્યો હતો.રિમાન્ડ પૂર્ણ થતાં વિરાજ પટેલને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. બાદમાં મુદત હોવાથી વિરાજ સહિત 25 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરાયા બાદ 24 આરોપીઓને પરત લવાયા હતા.જોકે વિરાજ પટેલ ગાયબ હતો.
નવેમ્બર મહીનામાં ઠગબાજ વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. બાદમાં તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. એક રીઢો ગુનેગાર ગાયબ હોવાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી હતી. દિવાળીના તહેવાર સમયે વિરાજ ફરાર થતા તેને શોધવા માટે દોડાદોડી કરી હતી.
આ પણ વાંચો- મિચોંગ વાવાઝોડાની અસર તળેે ગુજરાત પર ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય, જુઓ વીડિયો
મહત્વનું છે કે છેતરપિંડી અને દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ વિરાજ પટેલને સેન્ટ્રલ જેલમાં રખાયો હતો. તેણ ગિફ્ટ સિટીના પ્રમુખની ઓળખ આપી મુંબઈની મોડલને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેણે 2020માં રાજનેતાના ભાણાની ઓળખ આપી ઠગાઇનો પ્રયાસ કર્યો હતો. આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પ્રયાસ કર્યો હતો.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
