અમદાવાદની એલજી હોસ્પિટલમાં 30 વર્ષિય યુવકનું મોત થતા પરિજનોએ કર્યો હોબાળો, હોસ્પિટલ સ્ટાફ સામે બેદરકારી દાખવવાનો આક્ષેપ

અમદાવાદની એલજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. 30 વર્ષિય યુવકનું મોત થતા પરિજનોએ હોસ્પિટલ સ્ટાફ સામે બેદરકારી દાખવવાના ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે યુવકને જ્યારે 108માં લાવવામાં આવ્યો ત્યારે તેને ઓક્સિજન ન આપ્યુ. હોસ્પિટલ સ્ટાફના બાઉન્સરોએ અપશબ્દો બોલીને હાથ ઉપાડ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

Sachin Kolte
| Edited By: | Updated on: Aug 08, 2024 | 2:33 PM

અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં એક 30 વર્ષીય યુવકનું મોત થતા પરિજનોએ હોબાળો કર્યો. પરિજનોએ આક્ષેપ કર્યા, કે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે યુવકનું મોત થયું. યુવકને અકસ્માત બાદ હોસ્પિટલમાં લવાતા સ્થળ પરના મહિલા તબીબે સારવાર ના આપી અને કહ્યું કે- મારો સમય પૂરો થઇ ગયો છે. પરિજનોએ આક્ષેપ કર્યા કે તેઓ હોસ્પિટલના સ્ટાફ સામે સતત આજીજી કરતા રહ્યા છતાં ઓક્સિજન ના આપ્યું. સમયસર સારવાર પણ ના આપી. ઉપરાંત, જ્યારે યુવકને 108 એમ્બ્યુલન્સમાં લવાતો હતો. ત્યારે પણ ઓક્સિજન ના આપ્યું. એટલું જ નહીં, હોસ્પિટલના તબીબો ઝઘડવા લાગ્યા અને સ્ટાફના બાઉન્સરોએ તો અપશબ્દો બોલીને હાથ ઉપાડ્યો. જો કે યુવકનું મોત થતા પરિજનોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ છે.

ઉલ્લેખનીય છે, જગન્નાથ શાક માર્કેટ પાસે યુવક બે ગાડીઓ વચ્ચે દબાયો હતો. જેના કારણે તેના શરીરમાં ઇન્ટર્નલ ઇન્જરી થઇ હતી. આ પછી, યુવકને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયો. પરંતુ, યુવક ના બચી શક્યો. તો, આ સમગ્ર ઘટના અંગે એલ.જી. હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટને સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે- યુવકના પરિજનો અને સ્ટાફ વચ્ચે કંઇક ગેરસમજ થઇ છે. આ મામલે તપાસ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">