Talati Exam: GPSSBના ચેરમેન હસમુખ પટેલની Tv9 સાથે ખાસ વાતચીત- તલાટી પરીક્ષાને લઈને કરી આ વાત

Talati Exam: રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષા યોજાઈ જેમા 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. આ પરીક્ષાની જવાબદારી જેમના શીરે હતી તે પરીક્ષા કંડક્ટ કરનાર GPSSBના ચેરમેન હસમુખ પટેલ સાથે Tv9એ કરી ખાસ વાતચીત.

Darshal Raval
| Edited By: | Updated on: May 07, 2023 | 3:45 PM

રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ અને કોઈપણ ગેરરીતિ વિના સંપન્ન થઈ છે. તંત્ર દ્વારા પરીક્ષાને લઈને લોખંડી બંદોબસ્ત અને ફુલપ્રુફ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે Tv9ના સંવાદદાતાએ GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ)ના ચેરમેન હસમુખ પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન GPSSBના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યુ કે આ વખતે પરીક્ષામાં 80 ટકા ઉપર ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હોવાનો અંદાજ છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ નિરીક્ષણ કરી સુધારા કરવા જેવી બાબત પર ધ્યાન આપી સુધારો કરાશે. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ છે.

હસમુખ પટેલે અમદાવાદ અને ગાંધીનગરા કેટલાક પરીક્ષા-કેન્દ્રોની મુલાકાત લીધી

GPSSBના ચેરમેન હસમુખ પટેલે પરીક્ષા દરમિયાન ગાંધીનગર અને અમદાવાદના કેટલાક પરીક્ષા-કેન્દ્રોની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં ઓગણજ પાસે સેન્ટ મેરી સ્કૂલમાં આવેલા પરીક્ષા કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. આ વર્ગખંડમાં જઈને જાત નિરીક્ષણ કર્યુ હતુ. હસમુખ પટેલે Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે તમામ પરીક્ષા કેન્દ્ર પર ડમી ઉમેદવારને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં બુટ ચંપલ બહાર કઢાવ્યા હતા. તે જ નિયમને આ પરીક્ષામાં પણ અમલી કરાયો હતો અને ઉમેદવારોને બુટ ચંપલ બહાર કઢાવવામાં આવ્યા હતા. આ વખતે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓને એન્ટ્રી આપતા જ વીડિયોગ્રાફી સાથે એન્ટ્રી અપાઈ હતી જેથી ડમી ઉમેદવારની ઓળખ થઈ શકે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat Talati Exam : હાથમાં મહેંદી, પીઠી સાથે તલાટીની પરીક્ષા આપવા ભરુચથી સુરત પહોંચી કન્યા, જુઓ Video

ઉમેદવારો માટે ટ્રાન્સપોર્ટેશન માટે એસટી વિભાગે વધારાની બસ મુકી હતી. તે જ પ્રમાણે રેલવે વિભાગે પણ વધારાની ટ્રેન મુકી હતી. ઉમેદવારોને કેટલીક જગ્યાએ ઉનાળાના વેકેશન અને લગ્નગાળાને કારણે ટ્રાફિકની સમસ્યા નડી હતી. જે પણ જગ્યાએથી આ પ્રકારની ફરિયાદ સામે આવી તે જગ્યાએ તુરત જ પોલીસને જાણ કરી ટ્રાફિકજામ થયો હોય તે દૂર કરવા માટેના પ્રયત્નો પણ જિલ્લાઓએ કર્યા છે. વધારાની વ્યવસ્થા મુકી તકેદારી રાખવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને કાંડા ઘડિયાળ લઈ જવાની છૂટ આપવામાં આવી હતી અને આ વખતે તેનો કોલ લેટરમાં જ ઉલ્લેખ કરી દેવાયો હતો જેથી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ન નડે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ
નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
g clip-path="url(#clip0_868_265)">