Ahmedabad Talati EXam: તલાટીની પરીક્ષાને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ, પોલીસ તંત્ર દ્વારા પણ ઉમેદવારોને પરીક્ષા-કેન્દ્ર સુધી પહોંચવામાં મળી મદદ- Video
Ahmedabad: અમદાવાદમાં શહેર પોલીસ કમિશનર દ્વારા પણ તલાટીની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના કોમર્સ છ રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં પોલીસવાનમાં જે ઉમેદવારોને વિસ્તારોની જાણકારી ન હોય તેમને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં તલાટીની પરીક્ષા આપવા ઉમેદવાારોની વ્યવસ્થાનું પૂરતુ ધ્યાન રખાઈ રહ્યુ છે. એકતરફ પરીક્ષાર્થીઓને અગવડતા ન પડે તેને લઈને તંત્ર સજ્જ છે તો બીજી તરફ પરીક્ષાને લઈને પોલીસની પણ પ્રશંસનિય કામગીરી સામે આવી છે.
અમદાવાદમાં કોમર્સ છ રસ્તા પર પોલીસે વિશેષ વ્યવસ્થા કરી છે. ઉમેદવારોને પોલીસ વાનમાં જ કેન્દ્ર પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમની પાસે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની વ્યવસ્થા ન હોય તેમની મદદે પોલીસ આવી છે. યુનિવર્સિટી વિસ્તારમાં તલાટીની ભરતીના અનેક પરીક્ષા કેન્દ્રો છે ત્યારે પોલીસની આ પ્રશંસનિય કામગીરી સામે આવી છે.
View this post on Instagram
ખાસ કરીને બહારગામથી આવતા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ મદદ કરી છે. પરીક્ષાર્થીઓની તમામ સગવડતાનું ધ્યાન રખાઈ રહ્યુ છે અને તેમને જરૂરી તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. ખાસ પોલીસવાન ઉમેદવારોને પરીક્ષાસ્થળે પહોંચાડી રહી છે. ઉમેદવારોએ પણ પોલીસતંત્રની આ મદદ માટે tv9 સમક્ષ આભારની લાગણી વ્યક્ત કરી હતી. માર્ગદર્શન આપવાનુ હોય કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તલાટીની પરીક્ષાને ધ્યાને રાખી ઉમેદવારો માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.બહારના ઉમેદવારો જેઓ વિસ્તારોથી માહિતગાર ન હોય તેમની ખાસ તો મદદ કરવામાં આવી રહી છે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…