Kutch : આંતરરાષ્ટ્રીય T20 મેચ પર સટ્ટો રમતો અને રમાડતો શખ્સ ઝડપાયો, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો – જુઓ Video
ક્રિકેટ જગતમાં કેટલાક ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં સંકળાયેલા હોય છે. ખાસ વાત એ છે કે, ક્રિકેટના ચાહકો પણ સટ્ટો રમે છે અને બીજાને પણ રમાડે છે. આવી જ એક ઘટના ભુજમાં બની છે, જ્યાં બે યુવકો સટ્ટો રમતાં ઝડપાયા છે.
ક્રિકેટ જગતમાં કેટલાક ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં સંકળાયેલા હોય છે. ખાસ વાત એ છે કે, ક્રિકેટના ચાહકો પણ સટ્ટો રમે છે અને બીજાને પણ રમાડે છે. આવી જ એક ઘટના ભુજમાં બની છે, જ્યાં બે યુવકો સટ્ટો રમતાં અને રમાડતા ઝડપાયા છે. મોટી વાત એ છે કે આ સટ્ટો કારમાં રમાડતા હતા. તેમની પાસેથી લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કચ્છમાં બે યુવકો કારમાં ક્રિકેટ સટ્ટો રમતા ઝડપાયા છે. જણાવી દઈએ કે, આમાંથી એક યુવક ક્રિકેટ સટ્ટો રમતો હતો અને બીજો શખ્સ સટ્ટો રમાડતા ઝડપાયો છે. ભુજમાં ફોરચ્યુનર કારમાં આંતરરાષ્ટ્રીય T20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો અને રમાડતો એક શખ્સ ઝડપાયો છે. આરોપી આ સટ્ટા માટે ઓનલાઈન વેબસાઇટ english999.co/admin નો ઉપયોગ કરતો હતો.
પોલીસે ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભીની ધરપકડ કરી છે. વધુમાં સટ્ટા માટે ઉપયોગમાં લેવાયેલા કાર, મોબાઈલ અને કુલ 51 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી સટ્ટા માટે ID નો પણ ઉપયોગ કરતો હતો. આ સાથે, પોલીસે ID આપનાર મીત રાઠોડ અને ગ્રાહક તરીકે સટ્ટામાં જોડાયેલ રામભાઈને પકડવા માટેની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
