Surendranagar : વસ્તડી ગામ પાસે પુલ તૂટવાના કારણે 35થી વધુ ગામના લોકોની મુશ્કેલી વધી, જુઓ Video
નદીમાં ખાબકેલા 10 લોકો પૈકી 4 લોકોને વધુ ઈજા થતાં તેઓને સારવાર માટે મેડિકલ કૉલેજના ઈમરજન્સી વિભાગમાં સારવાર અપાઈ રહી છે. ઘટનામાં ઈજાગ્રસ્ત બાઈકચાલકે કહ્યું કે- ઓવરલોડ ડમ્પરના કારણે પુલ તૂટી પડતાં તેઓ નદીમાં ખાબક્યા હતા, ત્યારપછી શું થયું તેનો તેઓને કોઈ ખ્યાલ નહોતો.
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ નજીક પુલ તૂટી (Bridge) પડવાની ઘટનામાં તંત્રની મોટી બેદરકારી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ સ્થાનિકોએ બચાવીને બહાર કાઢ્યા અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. આ ઘટનામાં 10થી વધુ લોકો ગઈકાલે ડમ્પર અને બાઈક સાથે નદીમાં ખાબક્યા હતા.
નદીમાં ખાબકેલા 10 લોકો પૈકી 4 લોકોને વધુ ઈજા થતાં તેઓને સારવાર માટે મેડિકલ કૉલેજના ઈમરજન્સી વિભાગમાં સારવાર અપાઈ રહી છે. ઘટનામાં ઈજાગ્રસ્ત બાઈકચાલકે કહ્યું કે- ઓવરલોડ ડમ્પરના કારણે પુલ તૂટી પડતાં તેઓ નદીમાં ખાબક્યા હતા, ત્યારપછી શું થયું તેનો તેઓને કોઈ ખ્યાલ નહોતો.
ગઇકાલે સુરેન્દ્રનગરના વસ્તડી નજીક પુલ તૂટ્યો (Bridge Collapsed) હતો. નેશનલ હાઇવેથી ચુડાને જોડતો 40 વર્ષ જૂનો પુલ તૂટ્યો હતો. પુલ પરથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન પુલ તૂટી પડતાં ડમ્પરની સાથે અન્ય બાઈકચાલક સહિત 4 લોકો નદીમાં ખાબક્યા હતા. પુલ પરથી પસાર થતા ડમ્પર સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
જે પછી નદીમાં ખાબકેલા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.અંદાજીત 10થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જે પછી ગામના સરપંચ સહિતના અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.સ્થાનિકોએ 4 લોકોને બચાવી લીધા હતા.
પુલ તૂટતાં લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. શું નબળા બાંધકામને કારણે આ પુલ તૂટ્યો છે ? કારણ કે નબળા બાંધકામ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો