Surat : યુવતીનો પીછો કરી વિધર્મી કરતો હતો પરેશાન, પરિવારજનોએ યુવતીને હિમ્મત આપતા આખરે નોંધાવી ફરિયાદ, જુઓ Video

Surat : યુવતીનો પીછો કરી વિધર્મી કરતો હતો પરેશાન, પરિવારજનોએ યુવતીને હિમ્મત આપતા આખરે નોંધાવી ફરિયાદ, જુઓ Video

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 01, 2023 | 11:35 PM

સુરત લાલગેટ વિસ્તારમાં યુવતીની છેડતી કરનાર વિધર્મી યુવકની પોલીસે ધરપકડ કરી છે. નિકાહ નહીં કરેગી તો માર દૂંગા કહેનાર વિધર્મી યુવકની આખરે પોલીસે ધરપકડ કરી છે. યુવતીએ યુવક સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Surat: હિંદુ યુવતીને વિધર્મીએ ‘તુ મેરે સાથ નિકાહ નહિ કરેગી તો મેં તુજે જાન સે માર દુંગા’ એવી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. લાલગેટ પોલીસે યુવતીની ફરિયાદ લઈ યુસુફ જમાલ ખાન સામે છેડતી, ધમકી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે યુસુફ ખાનની ધરપકડ પણ કરી છે. સુરતના વેડ રોડ રહેતી 20 વર્ષીય યુવતી અને વિધર્મી બંને લાલગેટમાં દવાની એજન્સીમાં કામ કરતા હતા. છેલ્લા 3 મહિનાથી યુવતીને વિધર્મી પરેશાન કરતો હતો. યુવતી બાથરૂમ જતી ત્યાં પણ પાછળ જતો હતો. વિધર્મીએ તેને કહ્યું કે ‘તેરે કો પ્રોબ્લેમ કયા હૈ, કયા મસલા હૈ, તુ હાં ક્યું નહીં કરતી’ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : સુરતના ત્રણ યુવાનોને રિલ્સ બનાવવી ભારે પડી, પોલીસ સમક્ષ માગવી પડી માફી, જાણો શું છે કારણ

યુવતીએ નોકરી છોડી દીધી તો વિધર્મીએ તેને ફોન પર ધમકી આપી હતી. આથી યુવતીએ પરિવારજનોને વાત કરી હતી. પરિવારજનોએ યુવતીને હિમ્મત આપતા આખરે પોલીસમાં ફરિયાદ કરવા તૈયાર થઈ હતી. ત્યારબાદ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુસુફ ખાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ યુવક એક તરફી પ્રેમમાં હતો અને યુવતીનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. જ્યાં યુવક નિકાહ કરવા દબાણ કરતો હતો. જોકે યુવતીએ મનાઈ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગભરાઈ ગયેલી યુવતીને નોકરી પણ છોડી દીધી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">