Ahmedabad : એએમસીના કર્મચારીની શરમજનક હરકત, કૌટુંબિક ભત્રીજી સાથે છેડતી કર્યાની ફરિયાદ

આ હરક્તની જાણ યુવતીના પતિને થતા તેમણે સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી અને સમગ્ર મામલો વટવા GIDC પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ પકડાયેલ આરોપી વિજય રાઠોડ AMCનો કર્મચારી છે. પોતાના પિતરાઈ ભાઈએ દેવું ચૂકવા માટે વિજય રાઠોડ પાસેથી એક વર્ષ પહેલાં ઉછીના રૂપિયા લીધા હતા

Ahmedabad : એએમસીના કર્મચારીની શરમજનક હરકત, કૌટુંબિક ભત્રીજી સાથે છેડતી કર્યાની ફરિયાદ
Ahmedabad Crime Accused Arrrest
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 11, 2023 | 7:02 AM

aઅમદાવાદના(Ahmedabad)વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાણાંની બાકી ઉઘરાણી માટે શરમજનક ઘટના સામે આવી છે. જેમાં એએમસીના કર્મચારી અને આરોપી વિજય રાઠોડે આરોપીએ રૂપિયા 60 હજાર વસૂલવા દીકરી સમાન ભત્રીજીની છેડતી (Molestation) કરી હતી. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ આરોપી વિજય રાઠોડએ પોતાના કુટુંબી ભાઈને એક વર્ષ પહેલાં રૂપિયા 60 હજાર ઉછીના આપ્યા હતા. પરંતુ તેના ભાઈ આર્થિક સંકડામણના કારણે પૈસા પરત ચૂકવી શક્યો ન હતા. જેથી આરોપીએ પૈસા મેળવવા ઉઘરાણી કરવા ભત્રીજીની સાસરીયા સુધી પહોંચ્યો હતો. તેની નજર ભત્રીજી પર બગડી હતી. જેથી દરરોજ તેના પતિની ગેરહાજરીમાં જતો અને અશ્લીલ વાતો કરીને શારીરિક અડપલાં કરતો હતો.

ભત્રીજીને પૈસાને લઈને ઇમોશનલ બ્લેકમેલ કરીને અશ્લીલ વાતો કરતો હતો

આ હરક્તની જાણ યુવતીના પતિને થતા તેમણે સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી અને સમગ્ર મામલો વટવા GIDC પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ પકડાયેલ આરોપી વિજય રાઠોડ AMCનો કર્મચારી છે. પોતાના પિતરાઈ ભાઈએ દેવું ચૂકવા માટે વિજય રાઠોડ પાસેથી એક વર્ષ પહેલાં ઉછીના રૂપિયા લીધા હતા. જેને પીડિતાનો પરિવાર ચૂકવી રહ્યો હતો. પરંતુ આરોપીએ ઉછીના પૈસાનો લાભ લઈને ભત્રીજીના સાસરે પહોંચી ગયો.જ્યાં ભત્રીજીને પૈસાને લઈને ઇમોશનલ બ્લેકમેલ કરીને અશ્લીલ વાતો કરતો હતો અને તેનો ફાયદો ઉઠાવીને શારીરિક છેડછાડ કરતો હતો.

આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

ભત્રીજીના લગ્ન 2021 માં થયા હતા. આરોપી કુટુંબી કાકા હોવાથી અવર જવર કરતો હતો પરંતુ દરરોજ આરોપીની અવરજવરથી સાસરી પક્ષના લોકોને શંકા જતા યુવતી સાથેની છેડતીનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. વટવા GIDC માં છેડતી કેસમાં પીડિત યુવતીનું મેડિકલ તપાસ કરાવવીને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-01-2025
LIC ની આ યોજનામાં તમને મળશે દર મહિને 15,000 રૂપિયા
Beer Health Effect : 21 દિવસ સુધી સતત બીયર પીવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘી માં તળીને ખાવાથી આ તમામ બીમારીઓનો જડમૂળમાંથી થશે નાશ
અનુભવી ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ
નીતા અંબાણીએ જણાવ્યું Ambani Family માટે જામનગર કેમ ખાસ છે ?

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">