Ahmedabad : ગરબા આયોજકોની અગમચેતીએ બચાવ્યો વ્યક્તિનો જીવ, આ Videoમાં જુઓ કેવી રીતે

Ahmedabad : ગરબા આયોજકોની અગમચેતીએ બચાવ્યો વ્યક્તિનો જીવ, આ Videoમાં જુઓ કેવી રીતે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 11:54 AM

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના (Heart attack) પ્રમાણને લઈ અમદાવાદમાં ગરબા આયોજકો ખાસ સતર્કતા દાખવી રહ્યાં છે.  અમદાવાદના ઓગણજ ખાતે આયોજીત કીર્તિદાન ગઢવીના ગરબા મહોત્સવમાં આયોજકોની અગમચેતીથી એક વ્યક્તિનો જીવ બચી ગયો. ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ સમયે એક વ્યક્તિ બીપી ઘટી જતા ઢળી પડ્યો. જો કે યોગ્ય વ્યવસ્થાના કારણે તે વ્યક્તિનો જીવ બચી ગયો.

Ahmedabad : યુવાનોમાં વધતા હાર્ટ એટેકના (Heart attack) પ્રમાણને લઈ અમદાવાદમાં ગરબા આયોજકો ખાસ સતર્કતા દાખવી રહ્યાં છે. અમદાવાદના ઓગણજ ખાતે આયોજીત કીર્તિદાન ગઢવીના ગરબા મહોત્સવમાં આયોજકોની અગમચેતીથી એક વ્યક્તિનો જીવ બચી ગયો. ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ સમયે એક વ્યક્તિ બીપી ઘટી જતા ઢળી પડ્યો. જો કે યોગ્ય વ્યવસ્થાના કારણે તે વ્યક્તિનો જીવ બચી ગયો.
છેલ્લા ઘણા સમયથી ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા યુવકોને હાર્ટ એટેક સહિત અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે નવરાત્રીને લઇને ગરબા આયોજકોએ એમ્બ્યુલન્સ અને પ્રાથમિક સારવારની અગાઉથી જ વ્યવસ્થા રાખી હતી. જેથી દર્દીને ઝડપથી પ્રાથમિક સારવાર મળી રહી. જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. આમ ગરબાના મેદાન પર એમ્બ્યુલન્સ થકી ત્વરિત સારવાર મળતા વ્યક્તિની જિંદગી બચી ગઈ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
g clip-path="url(#clip0_868_265)">