સુરત વીડિયો : વરાછામાં “આપ” કોર્પોરેટરના મકાનમાં આગની દુર્ઘટનામાં 7 લોકો ફસાયા, 6 નો બચાવ 17 વર્ષીય પુત્ર ગૂંગળામણથી મૃત્યુ પામ્યો
સુરત : AAPના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું આગની ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે. મોટા વરાછામાં રહેતા કોર્પોરેટરના ઘરમાં મોડી રાતે આગ લાગી હતી. કાછડિયાના 17 વર્ષના પુત્ર પ્રિન્સનું મોત ગુંગળામણને કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે.
સુરત : AAPના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું આગની ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે. મોટા વરાછામાં રહેતા કોર્પોરેટરના ઘરમાં મોડી રાતે આગ લાગી હતી. કાછડિયાના 17 વર્ષના પુત્ર પ્રિન્સનું મોત ગુંગળામણને કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
સૂત્રો અનુસાર રાત્રે બે વાગે આગ લાગી ત્યારે 7 લોકો ઘરમાં હાજર હતા. પ્રાથમિક અનુમાન અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની ઘટનામાં ૧૭ વર્ષીય પ્રિન્સ કાછડીયા ગૂંગળામણના કારણે બેભાન થયો હતો જે બહાર નીકળી ન શકતા તેનું મોત નીપયું હતું. શોર્ટ સર્કિટ ઘરમાં ક્યાં લાગી હતી અને ફોલ્ટ પણ શોધવામાં આવી રહ્યો છે. પરિવારના અન્ય સભ્યો ચોથા માળેથી બાજુના ધાબા પર આવેલી સોલાર પર ચઢી જતા તેમનો બચાવ થયો હતો.
Latest Videos