પ્રજાના પ્રશ્નોનો આવશે હલ ! કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી મહત્વની બેઠક
ચોમાસું આવે એટલે એક નહીં શહેરીજનોની અનેક સમસ્યાઓ એક બાદ એક સામે આવે છે. સુરતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. લોકોને નેશનલ હાઈવે 48 પર અવર જવર દરમ્યાન પડતી મુશ્કેલીને લઇ સાંસદની હાજરીમાં મહત્વની બેઠક મળી હતી.
કામરેજ તાલુકાના વલથાણ ગામે સર્કિટ હાઉસ ખાતે આજરોજ બારડોલી લોકસભા ના સંસદ અને સ્થાનિકો વચ્ચે નેશનલ હાઈવે 48 પર થતી સમસ્યાના મુદ્દાને લઇ મહત્વની બેઠક મળી હતી,બેઠકમાં નેશનલ હાઈવેના અધિકારી, પોલીસ અધિકારી, તેમજ તાલુકા પ્રાંત મામલતદાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે એક્સપ્રેસ હાઈવે ના નિર્માણ કાર્યમાં અનેક વરસાદી પાણીના નિકાલ માટેની કુદરતી કાસ પૂરી દેવામાં આવી છે તો કેટલીક જગ્યાએ મોટી સાઈઝ ની કાસ નાની કરી દેવામાં આવી છે, હાઈવે એટલો ઉંચો બનાવવામાં આવ્યો છે કે એક તરફ થી બીજી તરફ ક્રોસ કરવું અશક્ય બની ગયું છે ત્યારે હવે વરસાદ પડતાની સાથે જ આ પાણીનો યોગ્ય નિકાલ નહી થતા આ પાણી ખેડૂતોને મોટું નુકસાન કરી રહ્યું છે.
સ્થાનિકોના સવાલ સાંભળ્યા બાદ મિટિંગમાં ઉપસ્થિત સાંસદ પ્રભુ વસાવાએ કહ્યુ હતુ કે જે કોઈ કામ કરવાના છે તેમાંથી ઘણા ચૂંટણી પહેલા સેન્કશન થઈ ચૂક્યા છે. ચોમાસા બાદ તેનું ખાતમૂહર્ત કરીને કામ ચાલુ થશે અને મુશ્કેલી દૂર થશે તેવી ખાતરી આપી હતી.
મહત્વનું છે કે લોકોના આ વિવિધ મુદ્દાઓને લઈ નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારી દ્વારા 4 જેટલા ઓવરબ્રિજ અને અન્ડર પાસ સુરત જીલ્લાના હાઈવે માટે પાસ થયા હોવાનું જણાવ્યું હતું અને ચોમાસા બાદ કામ પણ શરુ થઇ જવાની બાહેધરી આપી હતી, જવાબદાર અધિકારીઓ લોકોને પડતી આ મુશ્કેલીનો અંત ક્યારે લાવે તે હવે જોવું રહ્યું.

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત

એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video

મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર

ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
