સુરતના જહાંગીરપુરામાં મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આંધ્રપ્રદેશથી જુહી નામની મહિલા આરોપીને ઝડપી પાડી છે. સુરતની મહિલા પ્રોફેસર સાથે સાયબર ફ્રોડ કરતા તેણે આપઘાત કરી લીધો હતો. જો કે પોલીસે આરોપી જુહી પાસેથી બે મોબાઈલ અને બે પાસબુક પણ જપ્ત કર્યા છે. મહિલા સાયબર ફ્રોડ કરીને પોતાનું કમિશન લેતી હતી.
આ પણ વાંચો : વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ
મહત્વની વાત છે કે આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આંધ્રપ્રદેશની આરોપી જુહી પાકિસ્તાનના ઝુલ્ફીકર નામના શખ્સ સાથે સંપર્કમાં હતી. જુહી મહિલા મીનાહિલ ઝુલ્ફીકર 54 નામની ID પર USDT ટ્રાન્સફર કરતી હતી અને આ મહિલા વર્ષથી આ પ્રકારના ફ્રોડ કરતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં અગાઉ બિહારના નકસ્લી વિસ્તારમાંથી 3 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો