Surat: મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા, પોલીસે બિહારથી પકડેલી ગેંગમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

સુરતમાં મહિલા પ્રોફેસર દોઢ મહિના પહેલા આપઘાત કરી લીધાની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં આરોપીઓ ઝડપાયા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 72 થી વધુ અલગ અલગ યુપીઆઈ ID મળી આવી છે.

Surat: મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા, પોલીસે બિહારથી પકડેલી ગેંગમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 17, 2023 | 11:36 PM

સુરતમાં રાંદેરની મહિલા પ્રોફેસરના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવી લીધા બાદ આપઘાત પ્રકરણમાં સુરત પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જુદા જુદા 72 યુપીઆઈ આઇડીના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આ કેસમાં રાંદેર પોલીસે બિહારના નકલી વિસ્તારમાંથી જીવના જોખમે ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે આરોપીના રિમાન્ડ દરમિયાન આ કેસમાં પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું છે. અને આરોપી પાસેથી 72 થી વધુ અલગ અલગ યુપીઆઈ ID મળી આવી છે. આરોપીઓ દ્વારા બાયનાન્સ એપ્લિકેશન મારફતે USDT ક્રિપ્ટો કરન્સી મારફતે પાકિસ્તાન ટ્રાન્જેક્શન કરવામાં આવતું હતું. ત્યારે પોલીસે આ કેસમાં વધુ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતના રાંદેર વિસ્તારની પ્રોફેસર દોઢ મહિના પહેલા આપઘાત કરી લીધાની ચોકાવનારી ઘટના બની હતી. જેમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મહિલા પ્રોફેસરને લોનના હપ્તા ભરવાના નામે ફોન કરી તેમના સોશિયલ મીડિયા પરથી ફોટો મેળવી ફોટાને મોર્ફ કરી ન્યૂડ ફોટા બનાવ્યા હતા. અને તે વાયરલ કરવાની ધમકી આપીને બળજબરીપૂર્વક રૂપિયા પડાવ્યા હતા. જો કે તેમ છતાં મહિલા પ્રોફેસરને વારંવાર બદનામ કરવાની ધમકી આપવામાં આવતા મહિલા પ્રોફેસરે આપઘાત કરી લીધો હતો. ત્યારે આ કેસમાં આપઘાત બાદ રાંદેર પોલીસે 20 મે ના રોજ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

આ કેસમાં મહિલા પ્રોફેસરને બિહાર રાજ્યના જમુઈના નકલી વિસ્તારમાંથી મહિલાને હેરાન કરવામાં આવતી હતી. પોલીસે ત્યાં જઈ જીવના જોખમે મહિલાને આપઘાત કરવા મજબૂર કરનાર ત્રણ જેટલા સાગરીતોની ધરપકડ કરી હતી. રાંદેર પોલીસે આ કેસમાં બિહારથી અભિષેક કુમાર સિંગ, રોશન કુમાર સિંગ અને સૌરભ ગજેન્દ્રકુમાર ને ઝડપી પાડી સુરત લઈ આવી હતી. ત્યારે આરોપીના દસ દિવસના રિમાન્ડમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. અને વધુ ચાર અંકિત રેશમકુમાર, લકબીર ટ્રેડર્સ, જુહી અને સાંતાનું જોનઘલે નામના ચાર આરોપીના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તપાસમાં 72 યુપીઆઇ આઇડી મળ્યા

રાંદેર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ 5 મે ના રોજ કોર્ટમાં રજૂ કરી દસ દિવસના 16 મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ માં ખૂબ જ મોટા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મોબાઇલ ફોન સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના ફોનમાંથી અંદાજિત 72 થી વધુ અલગ અલગ યુપીઆઈ આઈડીઓ મળી આવ્યા હતા.જે આઈ ડી ઓ પરથી એક્સ્ત્રોશનના રૂપિયા પાડવામાં આવતા હતા.

એક મહિલાના કહેવા પ્રમાણે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા

ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ દરમ્યાન પાકિસ્તાન સાથે કનેક્શન પણ સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા જે પણ કોઈ શિકાર પોતાના માયાજાળમાં ફસાઈ જાય ત્યારબાદ તેમની પાસેથી ઉઘરાવવામાં આવતા રૂપિયા જુહી નામની મહિલાના કહેવા પ્રમાણે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. તે પહેલા આરોપીઓ પોતાના ભાગનો હિસ્સો કાપી લેતા હતા. અને ત્યારબાદ બાકીના રૂપિયા રોજે રોજ બાયનાન્સ એપ્લિકેશન મારફતે USDT ની ક્રિપ્ટો કરન્સી ખરીદવામાં આવતી હતી. ત્યારબાદ જોઈને જણાવેલ minahilzulfiqar54@gmail.com પર ટ્રાન્જેક્શન કરી દેવામાં આવતું હતું. જે google આઈડી ની પોલીસ દ્વારા માહિતી મંગાવતા આ ઇ-મેલ આઇડી પાકિસ્તાનનું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પાકિસ્તાની નંબર પણ મળી આવ્યો

આરોપીઓના રિમાન્ડના વિમાન દરમિયાન પૂછપરછમાં આરોપીના મોબાઇલ માંથી +92 પરથી Zilfiar ના નામથી સેવ કરેલ મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો અને નામ પાકિસ્તાની જીમેલ આઇડી સાથે સંકળાયેલું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. એટલે સુરતની રાંદેર પોલીસ દ્વારા એક મહિલાના આપઘાત પ્રકરણમાં પકડવામાં આવેલ ચાર આરોપીઓની પૂછપરછ માં ખૂબ જ મોટું નેટવર્ક ખુલવા પામ્યું છે. આ નેટવર્ક પાકિસ્તાનના લાહોર સુધી પહોંચ્યું છે. હાલ તો પોલીસે જુહી નામની મહિલા આરોપીને વોન્ટેજ જાહેર કરી છે અને તેને પકડવા જુદી જુદી ટીમો કામે પણ લગાવી છે. જોઈને પકડાવાથી પાકિસ્તાન સાથેનો તેનો સીધો સંપર્ક વિશે હજુ મોટી ચોંકાવનારી માહિતી મળી શકે છે.

ગુજરાત અને દેશમાં અન્ય રાજ્યોના અનેક ગુના ઉકેલાયા

ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આરોપીના પૂછપરછ દરમિયાન ન માત્ર આ એક મહિલાનો જ પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યના અનેક આ જ રીતે આચરવામાં આવેલ ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. આજ તુર્કીએ થોડા દિવસો પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં આ જ રીતે એક દંપત્તિના ફોટા ને ન્યૂડ ફોટામાં મોર્ફ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અને તેમણે કરેલી ફરિયાદમાં આ જ ગેંગનો ખુલાસો થવા પામ્યો છે.

આ પણ વાંચો : બે ચોરીની ઘટના આવી સામે, 2.68 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થયા ચોર

એટલું જ નહીં આ ગેંગ દ્વારા દેવભૂમિ દ્વારકામાં પણ આ જ રીતે ફોટા ન્યુડ કરીને રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા છે. અને ત્યાં નોંધાયેલ કલમ 384 મુજબનો ગુનો નો ભેદ ઉકેલાયો છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં વડોદરા અમદાવાદ કડી વગેરે જગ્યાએ ભોગ બનનાર મળી આવ્યા છે અને તેમની પાછળ પણ આ જ લોકો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. તો ગુજરાત રાજ્યની બહાર અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર વગેરે રાજ્યમાં પણ આ ગેંગ દ્વારા જુદા જુદા મહિલાઓ અને પુરુષો પાસે ન્યુડ ફોટા મોકલી રૂપિયા ઉઘરાવી ધમકી આપવામાં આવી છે તે મુજબની હકીકત સામે આવી છે જેને લઇ તે તમામ જગ્યાએ ગુનાઓ રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

વધુ ચાર દિવસના રિમાન્ડ

પકડાયેલ ચારે આરોપી અતિ ગંભીર ગુનાઓ આચાર્ય હોવાનું જણાય આવતા કોર્ટમાંથી તમામને વધુ પૂછપરછ માટે દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ ચાર દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા વધુ ચાર દિવસના રિમાન્ડ આપી ત્રણે આરોપીના પૂરેપૂરા 14 દિવસના રિમાન્ડ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે દસ દિવસના રિમાન્ડમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે ત્યારે વધુ ચાર દિવસના રિમાન્ડમાં પણ આરોપી પાસેથી અનેક ચોંકાવનારી હકીકત સામે પોલીસ લાવી શકે છે. આ ચાર દિવસમાં પાકિસ્તાન સાથેના કનેક્શનમાં પોલીસ મોટો ખુલાસો કરી શકે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">