AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ

ગુજરાત રાજ્ય વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતીમાં થયેલ ગેરરીતિના કૌભાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પકડાયેલા બે સહિત ચાર આરોપીઓએ અત્યાર સુધીમાં 70 થી 80 જેટલા ઉમેદવારો પાસે થી આઠથી દસ લાખ રૂપિયા લઈને તેમને પાસ કરાવ્યા હોવાની માહિતી મળી છે.

Surat: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 11:15 PM
Share

ગુજરાતમાં વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની લેવાયેલ પરીક્ષામાં આચરાયેલી ગેરરીતિમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુજરાત રાજ્ય વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતીમાં થયેલ ગેરરીતિના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે અગાઉ બે આરોપી ઝડપી લીધા બાદ પોલીસે એક લેબ ટેકનિશિયન અને એક એજન્ટની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં 70થી 80 જેટલા ઉમેદવારોને આઠથી દસ લાખ રૂપિયા લઈને પાસ કરી દેવામાં આવ્યા છે તે તમામની પણ ધરપકડ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL, UGVCL અને GSECLમાં કુલ 2,156 વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ ખાતે અલગ અલગ સેન્ટરોમાં 9 ડિસેમ્બર, 2020 થી 6 જાન્યુઆરી, 2021 દરમિયાન અલગ અલગ તારીખોએ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાસ થવા માટે અને સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ મોટું ગેરરીતી કૌભાંડ આચારવામાં આવ્યું હતું.

કૌભાંડમાં સંડોવાયેલ વધુ બે આરોપી ઝડપાયા

ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરવાના કૌભાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અગાઉ બે મુખ્ય આરોપી ઇન્દ્રવદન પરમાર અને મોહમ્મદ કાપડ વાળાને ઝડપી પાડ્યા હતા. ત્યારે તેમની પૂછપરછમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વધુ માહિતી મળી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલ વધુ બે આરોપી ભાસ્કર ગુલાબચંદ ચૌધરી અને ભરતસિંહ તખતસિંહ ઝાલાને ઝડપી પાડ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી એ જણાવ્યું હતું કે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં ખૂબ જ મોટું નેટવર્ક જોડાયેલું છે. જેમાં પોલીસની જુદી જુદી ટીમો તપાસ કરીને આરોપીઓને ઝડપી રહી છે. આ ઉમેદવારોને પાસ કરવાનું ગેરરીતી કૌભાંડ પરીક્ષા કેન્દ્રના માલિકો કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા અને એજન્ટો દ્વારા એકબીજાના મેળાપીપણામાં કરવામાં આવ્યું છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલ વધુ બે આરોપી ભાસ્કર ગુલાબચંદ ચૌધરી અને એજન્ટની ભૂમિકા ભજવનાર ભરતસિંહ તખતસિંહ ઝાલાને ઝડપી પાડ્યા છે.

ઉમેદવાર પાસે રૂપિયા ઉઘરાવી પાસ કરી આપવાનું કૌભાંડ

અગાઉ પકડાયેલ બે આરોપી અને હાલમાં પકડાયેલ બે આરોપી મળી ચાર આરોપીઓની પૂછપરછમાં ખૂબ જ ચોકાવનારી માહિતી જાણવા મળી છે. આ કૌભાંડમાં પરીક્ષા કેન્દ્રના માલિકો કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ મળતીયા અને એજન્ટો તમામ લોકો એક સાથે મળીને ઉમેદવાર પાસે રૂપિયા ઉઘરાવી પાસ કરી આપવાનું કૌભાંડ આચરતા હતા. આ કૌભાંડમાં આરોપીઓ એક ઉમેદવાર પાસેથી આઠથી દસ લાખ રૂપિયા લેતા હતા અને તે તમામ રૂપિયા એજન્ટ વચ્ચે થયા તથા પરીક્ષા કેન્દ્રના માલિકો અને લેબ ઇન્ચાર્જ વચ્ચે વહેંચી લેતા હતા.

આ પણ વાંચો : ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો ચોર દ્વારા મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ, મોબાઈલ બચાવવા ટ્રેનમાંથી નીચે પટકાતાં ગંભીર ઈજા

આરોપીઓએ અત્યાર સુધીમાં 70 થી 80 જેટલા ઉમેદવારો પાસે થી આઠથી દસ લાખ રૂપિયા લઈને તેમને પાસ કરાવ્યા છે. આ તમામ ઉમેદવારો હાલ જુદી જુદી વીજ કંપનીઓ માં વિદ્યુત સહાયકની નોકરી પર પણ જોડાઈ ગયા છે. આરોપીઓની પૂછપરછમાં 70 થી 80 જેટલા ગેરલાયક ઉમેદવારોએ રૂપિયા આપીને પરીક્ષા પાસ કરી હોવાની ચોક્કસ માહિતી મળી છે. જેથી આ તમામ પણ આરોપીની જ ગણતરીમાં આવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">