Breaking News : સુરતના વેપારીઓ પર આફત! 200થી વધુ દુકાનદારોને કરોડોનું નુકસાન, જુઓ Video
સુરત શહેરમાં ભારે વરસાદ અને તંત્રનાં પાપે વેપારીઓની કમર તૂટી છે.સુરતના વરાછાના પોદાર આર્કેટ શોપિંગ સેન્ટરના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા.પોદાર આર્કે઼ડમાં આવેલી અંદાજે 200 થી વધુ દુકાનદારોને કરોડોનું નુકસાન થયું છે.
સુરતમાં પડેલા ભારે વરસાદે ભયંકર તારાજી સર્જી છે. કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.તો કેટલીક જગ્યાએ લોકોના ઘરમાં પાણી આવ્યું હતુ.સુરતના વરાછા વિસ્તારમાં અડધું પોદાર આર્કેટ શોપિંગ સેન્ટર પાણીમાં ગરકાવ થયું હતુ.બેઝમેન્ટ, પહેલો માળ અને બીજા માળ સુધી પાણી ભરાયા હતા,માત્ર અડધો કલાકમાં એક માળ સુધીના પાણી ઘૂસી આવ્યા હતા.વેપારીઓ પોતાનો માલ પણ બચાવી શક્યા ન હતા.પોતાના નજરની સામે જ લાખો ની કિંમત ના મોબાઈલ ફોન એસેસરીઝ લેપટોપ સહિતની ઇલેક્ટ્રોનિક વસ્તુ પાણીમાં ગરકાવ થઈ હતી.
વેપારીઓને રોવાનો વારો આવ્યો
વરાછા પોદાર આર્કે઼ડમાંથી પાણી નીકળતાં વેપારીઓને રોવાનો વારો આવ્યો છે.પોદાર આર્કે઼ડમાં આવેલી અંદાજે 200 થી વધુ દુકાનદારોને કરોડોનું નુકસાન થયું છે. દુકાનનો માલ સમાન પલળી જતાં વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે. વેપારીઓ લોન લઇ, ઘર ગિરવે મુકી વેપાર શરુ કર્યો હતો. મોટા ભાગનાં વેપારીઓને ફરીથી વેપાર શરૂ કરવો પડશે તેવી સ્થિતી હાલ સર્જાય છે.એક પછી એક દુકાનો ખોલતાં વેપારીઓ નજરે જોઈ ના શકે તેવી દુકાનોની સ્થિતી હતી.
તો વેપારીઓ પૂર માટે મેટ્રો પ્રોજેક્ટને જવબાદરા ઠેરવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે મેટ્રોની આડેધડ કામગીરી અને દબાણને પગલે આ સ્થિતિ સર્જાઇ છે. વેપારીઓ હવે સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી રહ્યા છે.
Breaking News : સુરતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઠેર ઠેર ‘ખાખી’ બની ‘દેવદૂત’, કેવી રીતે બચાવ્યા લોકોના જીવ જુઓ Video અહી ક્લિક કરો
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
